________________
કોઈન સાંભળે તેહનું, બેઠા છે રાજાજી જ્યાંય રે. પકડી ઉભો રાખીઓ, ચેનપડે નહી ક્યાંયરે. કૌ. ૧૭ રાજા બેલા કુંવરને, કેમ છે છત્રકુમાર રે, ભાઈસાબ વેશ મારોદીએ હું ટુકડા ખાનારરે. કી ૧૮ રાજા વિચારે ચિત્તમાં, કેમ અચાનક આમ રે, ગાંડાની જેમ બેલત, ન જાણે નિજ નામરે. કૌટ ૧૯ મને વળી એની માતને, કાકા મામા ભાઈબંધરે, વળી અધિકારી કોઈને ન ઓળખે જાણેઅંધરે. કૌ૦ ૨૦ દાસદાસી અધિકારીઓ. વળી રાણીઓ પણ આવે, રાજકુંવરનું બોલવું, સૂણી સહુ ગભરાય રે. કૌ૦ ૨૧ રાજાહ વિચાર, કાં રોગ કાં ઝપટાય રે, ભ્રમીત થયે કુંવર અરે, કરો તુરત ઉપાયેરે. કૌ૦૨૨ વૈદ્ય બેલા રાજના, જેશી ઘણા જાણકારો રે. મંત્રવાદી વળી બ્રાહ્મણો, ભૂવા પણ હશીયારરે.કૌ૦૨૩ જાણતી ટુચકા ડોશીઓ, જેજે શહેરમાં હોય, બોલાવો આસનવાદીને, ન રહે બાકી કેરે. કૌ૦૨૪ સંસારી સંબંધ કારણે, કરે અનેક ઉપાયરે, તેમજ વિણ સંબંધીની, સેવાથી હિત થાય. કૌ૦ ૨૫ મત્રાદિ ચાર ભાવના, ધરે હર્ષ ક્ષાંતિ ભાવે રે, કીતિ સહેજે વધે સંપત્તિ, મળેલલિત સુખપાવેરે. કૌ૨૬