________________
સુણ વચન કુંવર તણું, મનમાંહી ગભરાય રે, કુંવરસાહેબ કૃપા કરે,શી ભૂલ અમારી થાયરે. કૌ૦ ૬ ભીખારી કહે સાંભળો, હું માણસ નિર્ધનરે, વેશ અપાવો માહરે, હાથ જોડું દુઃખ મનરે. કૌ૦ ૭ કરગરે બહુ જાણીને, નેકરો તો ગભરાય રે, ચાળાકરે પાગલ જેવા. શું થયું આ હાયહાયરે. કૌ૦ ૮ કાંતે ભૂત વળગ્યું ખરું, કાંતો ચોટયું પલીત રે, કાંતિ ડાકણશાકણી વળગી જણાયે ખચીતરે. કૌ૦ ૯ રાજા ઠપકો આપશે. મુકયા એકીલા કેમરે, દે જવાબ કે હવે, મુંઝાયા સહુ એમ રે. કૌ૦૧૦ વળી કહે કૃપા કરે, કુલગજરા લીઓ રાય રે, ભાણા તે પણ બોલ, ગરીબ હાંસી થાય રે. કૌ૦ ૧૧ ભાઈસાબ હું ભાણીયા, વેશ અપાવે જાઉં રે, ચાકર ચિત્ત નિશ્ચય થયો, લાગીચોટ ભરઉરે કૌ૦૧૨ લઈ જઈએ રાજાકને, ઠપકે મળશે આજરે, પણ ઉપાયનજાણીએ, લાલા બગી રાજરે.કૌ૦ ૧૩ અગીમાં બેસવા કહે, પણ બેસે નહીં ત્યાં જ રે, ભઈસાબ ભીખારીકુંજ છું નથીમારૂ આરાજરે. કૌ૧૪ વેશ અપાવે માહરે, હું મટે કંગાળ રે. અહાહા પરવશ આતમા,વળગ્યું ઝેડકુમારરે. કૌ૦૧૫ પકડી બેસાડે ગાડીમાં, લઈ જાય રાજાની પાસરે, પણ વચમાં બોલ્યાકરે, કરેકૃપા છેડે દાસરે. કૌર ૧૬