________________
રાજના માણસે પકડશે અને પૂછશે ત્યારે શું જવાબ આપીશ. રાજકુંવર હમણા જ પાછા ન આવે તે ખૂન કર્યાને આરેપ પણ આવે. આમ અનેક પ્રકારના તર્ક વિતર્ક કરી રહ્યો છે. અને ઘણું જ ગભરાય છે.
મહાનુભા! જે વેશને સ્પર્શ ઈચ્છતો હતો. તે જ વેશ તેના શરીર ઉપર હોવા છતાં લેશ માત્ર પણ સુખ નથી. પહેલા જે વેશ દેખીને ખુશ થયે હતે. તે જ વેશ તેને હાલ દુઃખદાઈ થઈ પડયે.
ભાગ્યવાને ! સુખ દુઃખ વસ્તુઓમાં નથી. પણ માણસના મન ઉપર આધાર છે. એક માણસ લાખોપતિ હોવા છતાં અસંતોષના કારણે દુઃખી હોય છે, ત્યારે બીજો માણસ સામાન્ય ધંધો કરીને અથવા નોકરી કરીને બસે અઢીસો રૂપીયા કમાય છે. છતાં તે સુખી હોય છે.
સંતોષી રહેવાના કારણે પિતાને સુખી માને છે. એને સ્ત્રી મળે ત્યારે આનંદમાં આવી જાય છે. પણ તેજ સ્ત્રી કહ્યું ન કરતી હેય સ્વછંદી થઈને જયાં ત્યાં ભટકતી હૈય ત્યારે તેજ સુખના સાધનરૂપ મનાતી સ્ત્રી દુ:ખ ઉપજાવનાર બને છે. એક માણસ સુખની ઈચ્છાએ પુત્રને લાડ લડાવી, ઉછેરી, ભણાવી, પરણાવી, વ્યાપારમાં જેડી લાખની મૂડી અર્પણ કરે છે. તેજ પુત્ર કુપુત્ર બનીને માતા પીતાને તરછોડે, ગાળો દે, મારે, ખાવાપીવા પહેરવા ઓઢવાના તથા રહેવાના પણ સાધન ન આપે.