________________
છઠ્ઠી ઢાળનું વિવેચન હે ભવિયા મહાનુભાવો ? મુક્તિપદ મેળવવાજ આપણું ધ્યેય હેવું જોઈએ. તે ધ્યેયપૂર્વક આપણે સર્વ વિરતિ-દેશવિરતિ સામાયીક, પૌષધ, પ્રતિક્રમણ, વ્રત, પચ્ચખાણ, પ્રભુ પૂજા, પ્રતિષ્ઠા, ગુવંદન, શાસ્ત્રઅભ્યાસ, પરોપકાર, સ્વામિ ભક્તિ, દયા, દાન, સેવા ભક્તિ, વૈયાવચ્ચ, તેમજ બીજી અનેક શુભ પ્રવૃત્તિઓ, વ્યાખ્યાન શ્રવણ વિગેરે કરીએ. આદરીએ તે. તે સફલપણાને પામે છે. પણ મોક્ષપદના ચેય વિનાની ઉપરોક્ત બધી ક્રિયાઓ સંસારની વૃદ્ધિ કરાવનાર બને છે. એવા જીનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ધરો. અને કર્મક્ષયના દયેય પૂર્વક આગળ વધે. હવે છત્રકુંવર અને રંક એવા ભાણીયાનું ચરિત્ર ચલાવીએ. રાજકુંવરમાં ભદ્રીકતા છે. કૌતુક જોવાનું દિલ થયુ છે. તેના માટે કે ઉપાય કરે છે. તે વિગેરે કૌતુક હે ભવિજનો સાંભળે. રાજકુંવર હવે બંગલામાં એક જ છે. બીજાઓને પુષ્પો લાવવા મિકલ્યા છે, જેથી બીજે કઈ પાસે નથી. એટલે રાજકુંવર રંક ભાણીયાને પિતાની પાસે બેલાવે છે. પણ ડર લાગવાના કારણે પાસે જતો નથી. મનમાં વિચારે છે કે મેં કોઈનો ગુન્હો કર્યો નથી, તે પછી શા માટે બેલાવે છે. એમ વિચાર કરી રહ્યો છે. વળી છત્રકુંવર હાથમાં સેટી લઈને તે સેટી બતાવે છે. અને બંગલામાં આવવાનું ઇશારાથી જણાવે છે.
ભાણીયાભાઈએ વિચાર કર્યો કે અહીંયાંથી ભાગી જવાય તેમ નથી. અંદર ગયા વિના ક્ટ પણ નથી. એટલે બંગલામાં