SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દેવ અને જૈનેતર દેવ 5328D*88888**0%B8%AAAAA! [ સં. ૨૦૦૦ ના ફો. વદ પ નેમુભાઈની વાડી. ગોપીપુરા-સૂરત ] શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ, ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં આગળ સૂચવી ગયા કે- દરેક જીવ જગતમાં સારાને ઈચ્છે છે. ખરાબ કઈ ઇચ્છતું નથી. પિતે સારું કરતો હોય કે ન હોય તે પણ તે સારાને જ ઈચ્છે છે. સાચું કરવાવાળો પણ સારાને ઈરછે છે. ઈચ્છનારમાં સારી જ ધારણા હેય. આખી દુનિયા સારા અને સાચાના જ ખપવાળી હોય છે તેમાં મતભેદ નથી, પરંતુ હેમચંદ્ર મહારાજ કહે છે કે-નાનાં બાળક માતા જોડે આવ્યાં હોય, માતા ઉપવાસનું પચ્ચખાણ માગે; તે વખતે નાનાં બાળક ખીસામાંથી ચણા ખાતાં જાય ને મેં પણ ઉપવાસનું પચ્ચક્ખાણ કર્યું, તેમ બેલે છે. નાનાં બાળક ઉપવાસને સારો ગણતા હોય, પરંતુ ઉપવાસ કેને કહેવાય તેની ગતાગમ બાળકને નથી. માત્ર માએ ઉપવાસનું પચ્ચકખાણ લીધું એટલે મેં ઉપવાસ કર્યો એમ તે કહે છે. જેમ નાનાં બાળક અજ્ઞાનતાને લીધે ઉપવાસ પદાર્થને સમજતા નથી, પણ ઉપવાસનું સારાપણું સમજી “મેં ઉપવાસ કર્યો કહે છે, તેમ જગતમાં સુંદર પદાર્થનું સ્વરૂપ સમજે નહીં અને બાંગ મૂ કે કે- મેં કર્યું તે સારું અને સાચું છે. એ બાંગમાંથી બાકાત કેણુ છે? કઈ દષ્ટાંત તરીકે લઈએ, કેઈ બાકાત રહે છે? હું સાચું જ અને સારું જ કરવા માગું છું,' તેમ નહિ બલવાવાળે એકે છે? તો પછી–સમ્યકત્વને ઈજારો તમારે ત્યાં શી રીતે? બીજા બધા શાસનને –મતોને મિથ્યાત્વી કહે છે અને જૈનદર્શન જ સમ્યકત્વવાળું કેમ?
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy