________________
૯. જેન દેવ અને જૈનેતર દેવ
[૬૭
સમ્યકત્વને સીધે અર્થ તો “સાચું અને સારું છે ને? એટલે સારાસાચાવાળા તમે જ છે એમ બતાવવા સાથે બીજાને ખરાબ શબ્દ ન કહેવો એ તેને રસ્તો કાઢયે.
અજ્ઞાન બાઈને કોઈ પૂછે કે–તારે બાળક કેટલાં? પરમેશ્વરે બે આપ્યાં છે. પણ જેને નથી. જેને પરમેશ્વરે બાળક નથી આપ્યાં, તેનું શું ? તેની ઉપર પરમેશ્વરે કફ નજર કરી છે ને ? અથપત્તિથી આવતા તે અર્થને ભલે ન બોલે, પણ આપ આપ એ જ અર્થ સિદ્ધ છે, કે–જેને બાળક નથી આપ્યાં તેની ઉપર પરમેશ્વરની કફ મરજી છે, તેમ જ માનવું પડે. આ બોલવાવાળા અજ્ઞાની પુરુષે પરમેશ્વરને જાળમાં જકડી લીધે. પરમેશ્વરનું કામ આ છે ને ? પણ ત્યાં ઊંડે વિચાર ન કર્યો.
જંગલીમાં જંગલી એવું કઈ નથી કે-સાત વર્ષની અંદરના બાળકે કાર્ય કર્યું હોય તેને ગુનાહિત કહી સજા કરે. ઈશ્વર ગર્ભમાં મારે. ત્યાં પણ તેની સજા ચાલે. જન્મતાં તેની સજા ચાલે, જન્મતાં લૂલાં–લંગડાં-બહેરાં-આંધળાં થાય તો પરમેશ્વરની દયાળુતા કરી?
આપણું કર્મ પ્રમાણે તે બધું પરમેશ્વર કરે છે, તેમ માનીએ તો તાજાં કમને પરમેશ્વર ગુનાહિત નથી ગણતા ને તેથી તેની અહીં તરત સજા નથી કરતા. બે વર્ષના છોકરાએ ચપુ માયું. તેની ફરિયાદ કઈ કરે છે? અરે! સાત વર્ષમાં કાર્ય થઈ પણ જાય તેને સરકાર ગુનાહિત કાર્ય ગણી સજા કરવા તૈયાર નથી.
માણસ અજ્ઞાનતા-અણસમજને લાભ આપે છે. તે સ્થળે ઈશ્વર અણસમજને પણ લાભ નથી આપતો. ઈશ્વર કર્મનું ફળ આપે છે તેમ માની લઈએ તો જીવને તો કર્મની જવાબદારી–જોખમદારી રહેતી જ નથી. સ્વભાવે રૂપ મળે છે, તેમાં પ્રશ્નને અવકાશ નથી. માતાપિતા-પુત્રની કાયા જડ છે. જડને જવાબદારી–જોખમદારી નથી હોતી. ઈશ્વર અનંતી સમજણવાળે છતાં બાળક અજ્ઞાન, દુખ, આંધળાં ઉપર, લાં-લંગડા ઉપર મહેર ન કરી શકે તો તે ઈશ્વરને કે ગણવો? કર્મ કર્યાનાં ફળ આપવાની વાતમાં ઈશ્વરને સમજવામાં તેની દયાળુતા કયાં? આપણે ઈશ્વરને ક્યા સ્વરૂપે માનવાની જરુર છે?