________________
૪૫૪].
દેશના મહિમા દર્શન
જ્ઞાનને કેટલી ઊંચી હદે રાખેલું છે ? જ્ઞાનની ઉત્તમતા કેટલી માનેલી છે કે તે માટે નિયત કરેલું દિવસ એટલે બધે ઉત્તમ ગણાય. તો તે દિવસે તપસ્યા ન કરે તે શિક્ષાપાત્ર ગણાય.
પર્વતિથિ અને અપવતિથીમાં ફરક છે? કેટલાક કહે છે કે “આજે ઉપવાસ કરે તે લાભ અને આવતી કાલે કરે તો શી અડચણ?” ત્રીસે દહાડા સૂર્ય સરખો ઊગે છે. એમાં આઠમ ને પાંચમ વળી શી? તે તેને પૂછે કે વીસે કલાક ઘડિયાળ સરખી ચાલે છે. તે ઉધરસનું ખુંખું રાત્રે કેમ કરે છે? ત્રીસે દહાડા સરખા, તે માંદા માટે ચૌદશ અને અમાસ ભારે કેમ ગણે છે? ચાર દહાડા સરખા તે ચેથિયાએ તે દહાડે ચમકારે કેમ બતા?,
શરીરની પ્રકૃતિમાં વિકાર કરવામાં કાળ એક વિચિત્ર સાધન છે. શરીરની પ્રકૃતિના વિકારમાં વખત, તિથિ, ટાઈમ ને સાધન માને છો તે પછી જગતના બનાવમાં શું એ સાધન નથી ? આજે મૃગશર નક્ષત્ર છે માટે વરસાદ આવે તે જીવની ઉત્પત્તિને પાર નહિ રહે. મઘાનું પાણી કેમ સંઘરાય છે? ટાંકાં મઘામાં કેમ ખૂલ્લો મુકાય છે? નક્ષત્ર ઉપર તમે આધાર રાખે. ર૭ નક્ષત્ર સરખાં ગણવાં હતાં ને ?
પાણી ઉપર, નક્ષત્ર ઉપર તથા છત્પત્તિ માટે જુદા નક્ષત્રનું જુદું ફળ કેમ ગયું? તેમ અહીં આત્મામાં આયુષ્યને લાયકની સામગ્રી તિથિને દહાડે ઘણે ભાગે થાય છે. માટે તિથિ પાળવાની જરૂર છે. જેમ આંખે લાલાશ થઈ હોય તે વખતે તેની છાયામાં નુકશાની છે. વિરાધના વજનીય છે. વિરાધના તિથિ સિવાયની મોટી હોય અને તે વિરાધના જેટલી નુકશાન કરશે તે કરતાં તિથિના દિવસે અલ્પ આરંભ મેટું નુકશાન કરશે. તિથિને દહાડે એક લીલેરીની વિરાધના તે પણ આત્માની ગતિ બગાડનાર થાય છે, તિથિ પાલન કરવી જ જોઈએ. તેને અંગે જ્ઞાનપંચમી માટે આ જ ટાઈમ પસંદ કર્યો છે. ખૂબ વિચારીને તપાસે તે પુસ્તકને ભંડારમાંથી બહાર કાઢવાને.