________________
૧૪]
દેશના મહિમા દર્શન કારણ. આ પરસ્પર કારણકાર્યભાવ છે. સાથે જ પિતે કાર્યરૂપ અને કારણરૂપ છે. અંકુર પતે કારણરૂપ- અને કાર્યરૂપ છે. આ અંકુર આ બીજનું કાર્ય છે. એવી રીતે આ બીજ આ અંકુરનું કારણ છે. પરસ્પર કાર્યકારણરૂપ હોવાથી તેની પરંપરા અનાદિની માનવી પડે છે. નહિતર બીજ વગર અંકુર થઈ જાય છે એમ માનવું પડે, પણ તે માની શકાય નહિ. તેમજ અંકુર વગર બીજ થાય છે તેમ બની શકતું નથી, કેઈપણું સમજુ બેમાંથી એકે વાત કબૂલ કરે નહિ કે અંકુર વગર બીજ હોય, કે બીજ વગર અંકુર હોય.
તે બે વાતથી ઉત્પત્તિશક્તિને વિચાર કર્યો ત્યારે અનાદિની પરંપરા માનવી પડી. જમ્યા પછી ભલે આ ભવમાં લાગીએ, પરંતુ તે પહેલાં કેઈ ભવમાં આત્મા હતા. યુક્તિદ્વારા જેનાર જોઈ શકે છે કે બીજ અને અંકુરની પરંપરા અનાની છે. અનાદિની પરંપરા ન માને તે બીજ વગર અંકુર માનવા પડે. તેથી જ બીજ–અંકુરની પરંપરા અનાદિની માનવી જ પડે છે. ખુદ શંકરાચાર્ય વ્યાસ-સૂત્રના ભાષ્યકાર, તેમને આ વાત કબૂલ કરવી પડી; “બીજઅંકુરન્યાયેન સંસારે અનાદિક ઉપપઘતે સંસારસ્ય અનાદિત્વ.” એ પ્રમાણે તેમણે વ્યાખ્યા કરી છે.
યુક્તિથી આ ઘટે છે. સ્મૃતિમાં પણ સંસારનું અનાદિપણું મળે છે. “બીજાંકુરન્યાયન સંસાર અનાદિ બીજાંકુરન્યાયથી સંસાર અનાદિ છે. બીજ-અંકુરની પરંપરા અનાદિની છે. પહેલે અંકુર કહીએ તે વગર બજે અંકુર માનવ પડે, જે પોતે કાર્ય કારણરૂપ હય, તેવી જ રીતે પોતે પણ કાર્યકારણરૂપ. એવી રીતે ત્રીજા નંબરમાં જે અંકુર છે, તે કારણકાર્યને પરસ્પર પણ કાર્ય તરીકે છે અને તે અનાદિથી છે એમ માનવું પડે.
હવે જીવને અંગે વિચારીએ. જન્મ અને કર્મ. જેમ બીજ દેખ્યું હતું, પણ અંકુર દેખે ન હતું. તેમ જન્મ તે દરેકને પ્રત્યક્ષ છે ને? જન્મ પિતાને પ્રત્યક્ષ છે તે જન્મનું બીજ પણ પ્રત્યક્ષ છે. જન્મ વિવિધતાવાળા દેખાય છે. ધાન્ય વિવિધતાવાળું દેખાય છે, બાજરી માટે બાજરીને અંકુર લેવું પડે. આ બધા છે છતાં