________________
* કર૦].
દેશના મહિમા દર્શન સ્થાનની અંદર આવવા તરીકે ભલે વીતરાગપણું નથી તે આલંબનલાયક થઈ શકે છે. માટે આ યુક્તિથી અને ગૌતમસ્વામીના દષ્ટાંતથી કેટલાય ભવ્યાત્માઓએ તીર્થકરેના સમાગમ નહીં છતાં તીર્થકર નામકર્મ બાંધ્યાં છે.અવિરતિ મિથ્યાત્વના ખાડામાં રહેલે આલંબનીય નથી.
અરિહંતે કરેલે ઉપકાર અને સિદ્ધપદની આરાધનાલુલિયાને ત્યારે જ સફળ થાય કે જ્યારે આચાર્યરૂપી ગાડી મળે. આપણે આત્માના આ ભવને સુધારનાર પ્રબળ સાધન હોય તો તે આચાર્ય જ છે. અહીં રત્નશેખરસૂરિ કહે છે કે જીવની બુદ્ધિ એક જ છે કે ૨૪ કલાક સંસારચકની રમતમાં રસિક છતાં આ વાતમાં બધા એક જ મત છે અને આ મતમાં ભેદ જ નથી, “સુખ જોઈએ.” આ મત બહાર કેઈ નથી. રસોડું ખરે બપોરે એક મત કરે છે. સુખ એક જ મત દરેક વખતે રાખે છે ખરે બપોરે એક મત છતાં ખાવાલાયક ન ખાય ને પથરાને બટકા ભરે તે શું થાય ? દાંત ભાગે ને પેટ ખાલી રહે, તેમ સંસારચક્રમાં એક જ મત છેઃ “સુખ, સુખ, સુખ, તેમાં સુખનાં સાધને લે તે ઠીક, પણ તે ન લેતાં દુઃખનાં સાધને લે તે ? પેટ ભૂખ્યું રહે ને પથરા દાંત ભાંગે, તેમ આચાર્ય પણ સુખનું સાધન છે.
જે આચાર્યનું શરણું ન લે તે પરિણામ શું આવે?
તે અહીં મોક્ષ દૂર રહે ને દુર્ગતિમાં રખડવાનું થાય, પણ મનમાં ઠસી ગયું તે ન ખસે.
શાસ્ત્રકારોએ ચેખા શબ્દોમાં જણાવ્યું કે કુટુંબાદિક રખડાવનાર છે, છતાં ઈન્દ્રિયોએ સુખ જણાવ્યું તે પ્રત્યક્ષ સુખ દેખું છું. કેવળજ્ઞાનીનું કહેલું સુખ કબૂલાતું નથી. ચામડાને વળગી રહીએ છીએ. જીવતાને મરેલો માનવે તે મૂર્ણાની દશા છે, તેમ, કેવળજ્ઞાનીનું માનીએ તે ચામડાનું માનવું છેટું પડે.” આ તો કેવળજ્ઞાનીઓએ આત્માને માટે કહ્યું તે ભલે ખોટું થાય, પણ ચામડાનું ખોટું ન પડવું જોઈએ, આપણે ઈન્દ્રિયેના ભસે કેવળીનાં વચન માનવા તૈયાર થતા નથી. તને સુખ પૂરા પાડનાર સુખની જડ કઈ? માબાપ, શરીર, માલમિલક્ત, સ્ત્રી, આબરૂ આ બધાં સુખનાં સાધને માબાપ આપે છે. જે તને તારા