________________
૫૦. વૈરાગ્ય અને પુરુષાર્થ
[૪૦૩ મુખ્યતા હોય તે પિતાનું હિતાહિત શામાં છે તે પોતે વિચારી શકે છે પણ સંસારી ચેતનાવાળા છતાં પણ પોતાની ચેતનાને ગૌણ કરનારા, કેવળ કર્મના હુકમને મુખ્ય કરનારા છે. તેથી જીવ કર્મરાજાના હુકમ તરફ નમી રહેલા કર્મના કબજે આવ્યા છે. એટલે કે સંસારી જી કમેં બંધાઈ ગયા છે.
ઈછાની ગુલામીમાં ગૂંગળાયેલું જગત કર્મના કબજામાં આવ્યા છે એમ થયા પછી કદાચ ચેતના ગુણને લીધે કદાચ જીવ સાવચેત થાય તે તેને અવાજ થતું નથી. કમેં બંધાએલા કર્મના હુકમ તરફ ઝૂકેલા હોવા છતાં પણ જે પોતે એની જડ સમજે તે બચી શકે તેમ છે. કર્મ બંધાવવામાં હુકમ આગળ શિર ઝૂકાવવામાં જડ કઈ! હરિભદ્રસૂરીજી ચેખા શબ્દોમાં કહે છે કે પૌગલિક પદાર્થોની ઈચ્છા કર્મના બંધનને લીધે પરિણામ આગળ શિર ઝુકાવવામાં જડ તરીકે છે. પુદ્ગલેની બાહ્ય ઈચ્છા પર કાબૂ મૂકી શકે તેવી ઈચ્છા થાય અને તે બંધ કરી દે તે તે કર્મના બંધનથી છૂટી શકે ને તેને કર્મના હુકમ આગળ શિર ઝૂકાવવું ન પડે, આ શાસ્ત્રકારની મર્યાદા છે. આપણી મર્યાદા તે ઈચછાની ગુલામી છે. આજ તે અમુક ખાવાન, અમુક પીવાની, જેવાની ઈચ્છા થઈ છે તે વિચારે. ઈચછાની આધીનતા ધર્મમાં અને સંસારમાં ફરક સમજ હોય તે અહીં છે. સંસાર એટલે ઇછાનો અમલ કર. ધર્મ એટલે ઇચ્છા
પર કાપ મૂકવો. આપણામાં ભાગ્યશાળી એવા છે કે તેઓ કહે છે “ભાઈસાબ ! ઉપવાસ કરું પણ ખાવાની ઈચ્છા થાય છે, મન નથી રેકાતું, કહે, ધર્મ કરનારનાં આ લક્ષણ કહેવાય ? ઈછા ક્યા વગર ધર્મ કહેવાતું નથી અને ધર્મ આવતે પણ નથી. ધર્મશાસ્ત્રની જડ એ છે કે જે ઈચ્છા થાય તે રેકે, ઈચ્છાને દમવા માંગે તે સહેલાઈથી દમી શકે છે. જેની ઈચ્છા થાય તે અઠવાડિયું ન જ કરવી, દહીં ખાવું છે એમ ઈચ્છા થઈ તે તે પખવાડિયું ન ખાવું. આપણે તે ઈચ્છાના