________________
૪૮, જ્ઞાનની મુખ્યતા
[3
રીતે આશ્રવ–સંવરના ભેદ બેલનાર, સમજનારને નિશાળીઆ જેવી હાલત ન શેભે. પ્રકરણ કમગ્રન્થાદિ ભણનારને પદાર્થની પ્રીતિ થાય ત્યારે આત્માની જવાબદારી અને જોખમદારી તે સમજે છે અને એ સમજ આવે ત્યારે આત્મપરિણતિ જ્ઞાન થાય.
જૈનકુળમાં જન્મેલે આત્મા ઉપાશ્રયમાં જ અને દેરાસરમાં જ આયુષ્ય (બીજા ભવનું) બાંધતે નથી, માટે આશ્રવની હેયતાને અને સંવરની ઉપાદેયતાને વિચાર ચોવીસે કલાક કર્યા કરે. બજારમાં કાઈસિસ (નાણાંની ભીડ) આવે ત્યારે ઈજજતદાર વેપારી ગભરાય છે તેવી રીતે આત્માની હાલત હાલ ચોવીસે કલાક ક્રાઈસિસ જેવી છે માટે દુર્ગતિથી ડરનારા જીવે જરૂર ગભરાવા જેવું છે.
' વિષય પ્રતિભાસાદિ ત્રણ ભેદ આ ઉપરથી ફળરૂપે પરિણામ પામતા ત્રણ ભેદ જણાવાય છે. ચાલુ વિષયમાં જ્ઞાનના ત્રણ ભેદેામાં ૧. વિષય પ્રતિભાસ ૨. આત્મપરિણતિ અને ૩. તત્વ સંવેદન જ્ઞાન જણાવે છે. આ સ્થળે સાંભળનારને શંકા થાય કે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન છે અને તેના ૫૧ ભેદે છે તે પૈકી કેઈપણ ભેદ ઉપરમાં આવતું નથી તે તે ભેદ ક્યાંથી લાવ્યા?
આ શંકાના સમાધાનમાં સમજવું કે પાંચે આવરણ ખસવાથી પ્રગટ થતા–ઉત્પન્ન થતા એ પાંચ ભેદે છે. અને તે પાંચના વિસ્તારથી સ્વરૂપ ૫૧ ભેદ છે. જ્યારે આ ત્રણ ભેદે પરિણતિના છે અને વ્યાખ્યાનાદિ શ્રવણ કર્યા પછી ફળરૂપે પરિણામ પામતાં આ ત્રણ ભેદ છે.
શ્રવણ કરતાં પદાર્થની ઓળખાણ થાય પણ હેય ઉપાદેયના નિર્ણયરૂપ સુધારે ન થાય તે વિષયપ્રતિભાસ જ્ઞાન.
પદાર્થની ઓળખ સાથે તે પદાર્થ આત્માને કેટલે હિતકર અને કેટલે હાનીકર છે એ વિચારણા સાથે આત્મ સાથે વહેંચણી કરે તે આત્મપરિણતિ જ્ઞાન.