________________
૩૪]
દેશના મહિમા દર્શન
સર્વજ્ઞપણું લાવનાર છે. જગતને પ્રાણ, વીતરાગપણ માટે ઉદ્યમ કરે તે તે વીતરાગપણું-સર્વજ્ઞપણું લાવે. આ શાસનને પણ તેથી વીતરાગ શાસન કહીએ છીએ, પણ સર્વજ્ઞશાસન નથી કહેતા. એનું
ધ્યેય એ જ કે તમે રાગ-દ્વેષ-મેહને નાશ કર્યો એટલે સર્વજ્ઞપણું તમારી પાસે જ છે.
અભવ્ય પણ કેવસ્વરૂપ છે. જે જે મતવાળા જીવને માને છે, તે ચેતનાને માને છે. પ્રચ્છન્ન સર્વજ્ઞ એનું નામ પણ જીવ. હંકાએલા સર્વજ્ઞ એ પણ જીવ. એ માને તે જ સમ્યક્ત્વનું પ્રથમ પગથિયું. એકેન્દ્રિયથી માંડી સર્વ સંસારી જીવો કર્મથી અવરાયેલા કેવળજ્ઞાનવાળા છવો છે. અભવ્ય લઈએ. અભવ્યને જીવ પણ એ રીતે કેવળજ્ઞાનસ્વરૂપ છે. અભવ્યના જીવને કેવળજ્ઞાનસ્વરૂપન ના માનીએ તે તેને કેવળજ્ઞાનવરણીય માનવું કે નહીં? તેને કેવળજ્ઞાનાવરણીય બંધાય તે કોને રેકશે?
એકેન્દ્રિયથી માંડી સર્વાર્થસિદ્ધ સુધીના છો તે કર્મથી અવરાયેલા છે. આવરણ ખસે એટલે સર્વજ્ઞાપણું સિદ્ધપણું પ્રગટ થાય. આથી શ્રી હરિભદ્રસૂરીજી મહારાજ કહે છે કે-ક્રોધાદિક રાગ-દ્વેષ ને માનસિકાદિ વિકારોથી દૂર થાવ. આ જૈન દર્શનને સિદ્ધાંત છે તેથી જિનેશ્વરે, વીતરાગ થએલા છતાં અને સર્વજ્ઞ થએલા હેવા છતાં પણ ધર્મદેશનામાં તે પ્રવર્તે.
વીતરાગ થયા પછી દેશના કેમ આપે ? આ રીતે સર્વજ્ઞ દેશના આપે અને તેમાં જગતનું ગમે તે થાવ તેની તેને દરકાર નથી, તે વાત કેમ માની શકાય? લાગણીથી દેશના દેવી છે અને લાગણ ભગવાનને થતી નથી એમ માનવું છે, એ બે સાથે ન અને. વીતરાગપણ સાથે ધર્મદેશના બની શકે નહીં.” આવી શંકા કરી.
તેના જવાબમાં જણાવે છે કે–વીતરાગપણું, રાગીપણું શાના અંગે હોય? સચેતન અને પૌગલિક પદાર્થોના અંગે. તેમાં સુખનાં સાધન તરીકેની જે પ્રીતિ તેનું નામ રાગીપણું. આત્માના ગુણોને