________________
૩૮. શાસ્ત્રની શ્રેષ્ઠતા
[૩૧૩
દવાનું બર્ડ હેય, તેમ જિનેશ્વરે કયું બોર્ડ લગાવ્યું? “ જેણે મેક્ષમાર્ગ લે હોય તેણે મુલાકાત લેવા પધારવું.” આ જીવને આત્માને રસ્તે બતાવનાર–એ વાત કરનાર આ જગતમાં બીજા કેઈ નથી. સગાં-વહાલાં-જ્ઞાતીલા–ગામવાળા-દેશવાળામાં કઈ જગ્યા પર આતમરામની વાત કરે છે ? તે સ્થાન હોય તે માત્ર જિનેશ્વર ભગવાનના શાસનમાં જ. શાસન એટલે મોક્ષને રસ્તે.
ત્રણ દેષ રહિત શાસ્ત્ર, કેટલીક વખત રસ્તા સુંદર હોય, ધજાવાળા હેય પણ તેને છેડે જંગલમાં હોય. તેવું આ માર્ગ માટે નથી. શાસ્ત્ર, એ મેક્ષને રસ્ત હોવાને દાવો કર્યો, એ સાથે પરમ તિરૂપ થવાનાં સાધને પણ તેમાં કહેલાં છે.
પ્રશ્ન-જી, દરેક કાળમાં મેક્ષે જવાના, તે ત્યાં સંકડામણ નહીં થાય ?
ધ્યાનમાં રાખવું કે–દીવાનાં અજવાળામાં સંકડામણ દેખી ? ના. કેમ? કહો કે અજવાળું પ્રસરવાવાળું છે. તે અનેક દિવાનું એક જ જગ્યામાં વ્યાપીને પ્રસરે, પણ એકેય દિવાનું અજવાળું સ્વતંત્ર જગ્યા નહીં રેકે.
તેવી જ રીતે ચિદાનંદસ્વરૂપ આત્માએ, ભલે એક જ જગ્યામાં સાથે અનંતા રહેઠાણ કરે, પણ જગ્યા રોકનાર નથી. તેથી સિદ્ધશિલા પર સંકડામણને સ્થાન નથી. તેવી જ તિરૂપ શાસ્ત્ર છે. તે કેવું છે? ત્રણે પ્રકારના દેથી રહિત છે. કેટલાક કહેવામાં સારું બેલે છે ગુનેગાર સાબિત થએલે પણ એથી કહે છે કે હું તે બીનગુનેગાર મને જાહેર કરું છું.” વચન માત્રથી સહુ સારા બનવા તૈયાર છે.
કેઈપણ હેવાનિયતવાળે ધર્મ માનનારા નથી. આથી દરેક ધર્મ દયા પાળવાની વાત તે કરે છે, પણ દયા પાળવાનાં સાધને કયા જણાવ્યાં છે? એમ પૂછશે, તે તે અન્ય ધર્મવાળા કહી નહીં શકે. શ્રાવકને ત્યાં ગરણું–જણ-ચરવળા નીકળશે. એઘા-ડંડાસણ–ચરવળી સાધુ પાસે નીકળશે. બીજા દશાવાળા પાસે તે નહીં નીકળે. કેમ?