SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭, ધર્મદુર્ગતિવિનાશક [૨૯૯ પાપથી રોકનાર-દુર્ગતિમાં પડતાને બચાવનાર ધર્મ વિષય-કષાય-આરંભ–પરિગ્રહ તરફ જેવો દેડેલા છે, જેમાં આત્માને પિતાને પણ ભરેસે નથી. તમે આંખમાં આંગળી તે ન જ મારો, છતાં પણ જો તમારે હાથ આંખ આગળ જાય તે તરત જ તમારી આંખ મીંચાય છે. એક શેઠ ચેક વટાવી લાવ્યા. રૂપિયા લાવીને તિજોરીમાં મૂક્યા છે. ત્યાં સૂતે, ને ઊંઘી ગયે. સ્વપ્નમાં ચેર આવીને તિજોરીમાંથી રૂપિયા લઈ ગયે. આંખ ઉઘડી એટલે સ્વપ્નમાં તે જોયું છે, એટલા માત્રથી સંતોષ ન વળે. ચાવી લઈ તિજોરી ઉઘાડી રૂપિયાની રકમ તપાસે છે. આથી સમજે કે વિષ અને તેનાં સાધને તરફ-પરિગ્રેડ તરફ આત્મા કેટલે ઝૂકેલે છે ? કેટલો ઘેરાયેલું છે ? તે જુઓ. આમ જગતની વિષય-કષાય, આરંભ–પરિગ્રહ તરફ બુદ્ધિ રહેલી છે, તે જગત દુર્ગતિ તરફ દોડી રહ્યું છે, તેને રોકનાર કોણ ? ઘરમાં પાંચ ભાઈ એકઠા થઈને બેઠા ત્યારે “આરંભ–પરિગ્રહ નકામા છે તેમ કોઈ એક ભાઈ બીજા ભાઈને કહે છે ? નાતીલા પાંચ એકઠા થાય ત્યારે “વિષય નકામા છે તે વાત થઈ? ગામ દેશવાળા ભેગા થયા ત્યાં તે વાત કરી ? વર્તન તે બાજુએ રહ્યું પણ તે વાત પણ કયાં છે ? તેની વાત પણ કરતા નથી. “ વિષયકષાય નકામા છે” એ વાત માત્ર બે જ સ્થાને જિનેશ્વરના મંદિરમાં કે મુનિમહારાજસ્થિત ઉપાશ્રયમાં. આ બે સિવાય આરંભ–પરિગ્રહના ત્યાગની વાત જ કયાં? દહેરાસર આગળ આરંભ– પરિગ્રહના નિવારણનું બોર્ડ,ઉપાશ્રયમાં પણ આરંભ-પરિગ્રહના નિવારણનું સ્થાન છે. ફકત દેવ અને ગુરુ બે જ, આરંભ-પરિગ્રહ નિવારણ કરનારા છે. વિષય-કષાય, આરંભ–પરિગ્રહ એ ચાર દુર્ગતિના રસ્તા. એ દુર્ગતિના રસ્તા નિવારવાનું કહેનાર કોણ? તે કહેનારા જગતમાં નથી. જિનેશ્વર મહારાજને પણ તે કહેવાનું–કહેવામાં વાર લાગી. તીર્થકરોએ પિતે એ નિવારીને સાધુપણું લીધા, છતાં તે બીજાને કહેવા ન
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy