SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫. મનુષ્યગતિ જ માત્ર મોક્ષની નિસરણી [૨૮૫ પડે છે, ત્યાં કારમાં દુખે ભેગવવાં પડે છે, તેમાં પ્રમાણ શું આ વાત જેએ શ્રદ્ધાનુસારી નથી, તેઓ માટે છે. તે તે તર્કનુસારી કહે છે કે “નારકી છે તે તે જણાવે, પછી નારકી મેક્ષ ન મેળવે તે સમજાય.” મહાનુભાવ! તારી વાત ખરી. એક વાત ધ્યાનમાં લઈશ? ગુના કરતાં સજા ચડિયાતી હોય. એકે પાંચ રૂપિયાની ચોરી કરી તેના પાંચ રૂપિયા દંડ કરાય તે ચોરી રોકાય ખરી? કહે કે-ગુના કરતાં સજા અધિક હેવી જોઈએ. જગતના નિયમમાં સજા અધિક હોય તે કુદરતના નિયમમાં ગૂના કરતાં સજા અધિક હેય એ વાત સ્પષ્ટ. “ગ્લેઝર ૩ ” એક વખત કરેલું પાપ દશગણું તે જરૂર જઘન્યથી ઉદયમાં આવે. જગતનો તેમજ કુદરતને નિયમ છે, તે રીતે શાસ્ત્રકાર પણ એમ જ કહે છે કે ગૂના કરતાં સજા અધિક હેય. આખી જિંદગી અધમ જીવનથી જીવ્યા, તેની સજા કયાં ભગવે તે તે સજા પૂરી થાય? લાખ વરસ સુધી ખાટકી જેવા અધમ ધંધા કર્યા, લાખ વરસનાં કરેલાં પાપે ભેગવવાનું સ્થાન કયાંથી લાવવું? ગમે તેવી કરડી સરકાર હોય છતાં પણ તે સજા કરવામાં પાંગળી છે. એક માણસે એકને વધ કર્યો, તેની સજા ફાંસી અને દસને વધ કર્યો હોય તે પણ એક જ વખત ફાંસી. તે નવના ખૂનની સજા તે સરકાર શી રીતે પૂરી કરી શકે? એક વખતની સજામાં જ તેની સત્તા બંધ થાય છે. પહેલાંના કાળમાં-અગાઉના વખતમાં ખૂનીને ફાંસીએ લટકાવ, એમ કાયદો હતે. એક વખત એક શ્રીમંતના પુત્રે ખૂન કર્યું. કેર્ટમાં કેસ ચાલે. ખૂનીનો વકીલ બચાવમાં કાંઈ જ બેલ્યા વગર બેસી રહ્યો. ખૂની અને તેના સંબંધીઓ વકીલને કહેવા લાગ્યા–કેસ તે માર્યો જાય છે, કાંઈક તે બેલો.” વકીલે કહ્યું-“મારા ધ્યાનમાં છે, માટે મારે કશું નથી કહેવું.” ખૂનીના બાપે કહ્યું-શું ધાર્યું છે? મારા છોકરાને ફાંસીએ મેકલ છે?”
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy