________________
દેશના મહિમા દશન વિચારવાળી
૨૬૮]
સ્થાન નથી, પરન્તુ સ્ત્રીએ તા ચેતન છે ને? તે છે ને? છતાં મર્યા બાદ તે પણ કેમ વર્તે છે ?
“ નાચો વિશ્રામભૂમી ’' સેંકડો સ્ત્રીઓ હોય, પરંતુ પાછળ આવે માત્ર વિસામાની જમીન આવે ત્યાં સુધી ! પછી ઘર તરફ વળી જાય ! જોડવાળા કહે છે કે-મહારાજ, વાત ઠીક કરી. આછા પાત્રને અધિક કિ’મતમાં ગાઠવીએ ત્યારે તેની કિંમત કઇ વધી જાય ? તેવી રીતે અહી શાસ્ત્રકાર શું કહેવા માગે છે ? પત્ની એટલે કરેલી સગાઈ તે જન્મસિદ્ધ સગાઈ નથી.
કોઈ જગ્યા પર ખાપા,-મેટા, મા-દીકરા, કાકા-ભત્રીજાની સગાઇ થઈ તેમ સાંભળ્યુ...? ના. કેમ ? તે તે જન્મસિદ્ધ સગાઈ છે. તે કરવી પડતી નથી. આ તે સગાઈ કરેલી છે; અનાવટી સગાઇ છે. કોઇની સાથે ગોઠવણુ કરેલી સગાઈ છે. માટે તે વિશ્રામ ભૂમિ સુધી આવે, આગળ ન આવે, તેમાં નવાઈ નથી. તો ચાલેા, ત્યારે કુટુમ્બ સાથે તો જન્મસિદ્ધ સગાઈ છે ને ? છતાં સ્વજ્ઞના: સ્મરાને-કુટુમ્બીએ મસાણુ સુધી આવ્યાં ! એ એમ કેમ ? તો કે–તેને પણ એમ જ છે કે-હવે અમે અમારી જાણીએ, એ એની જાણે !
સ્વાથીલા સગા ઉપર શેઠની કથા.
એક શેઠ છે. રિદ્ધિ–સપત્તિવાળા હાય, તેને આસપાસ માણસા વળગતા રહે. ખાપ-ભાઈ-ભાંડુ! વગેરે સંપત્તિની સુગંધ હોય તો ભમરા પેઠે વળગે. એ શેઠે જોયુ. કે—આ બધા તો એવા છે કે મારા વગર જીવે જ નહી. મારુ જીવન ટકાવવા પોતાનું જીવન આપે.’ આવી ધૂનમાં શેઠ પોતાનુ જીવન ચલાવે છે.
કોઈ વખત મુનિમહારાજાએ ધ દેશનામાં જણાવ્યુ કે–જગતમાં સવ જીવા સ્વાથ પરાયણ જ છે. આ સાંભળી શેઠે કહ્યુ -“મહારાજ, આપ કહા છે, તેથી હા કહું છું; પરન્તુ મારું કુટુમ્બ તો મારા માટે પ્રાણ પાથરે એવું છે. મને કજારજા થાય તે એકે ન જીવે.’ મહાત્મા કહે કે–તમારી અપેક્ષાએ તમને એ વાત ખરી લાગે, પણ વસ્તુતાએ સર્વે સ્વાર્થ સમીત્તે' તમામ સ્વાર્થની જ ઈચ્છા રાખે છે.