SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના મહિમા દર્શન મેળવ્યું તે મૂકીને જ જવાનું છે. દુનિયામાં મેળવે છે તે મૂકવા માટે, મેળવીને મૂકવાનું છે. એવી કઈ ચીજ છે કે જે મેળવ્યા પછી મૂકવી પડે? કંચન. અબજો. પાઉન્ડ મેળવે, તે પણ જતી વખતે મૂકી દેવાના ! સેંકડે સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા, છતાં મરતી વખતે મૂકી દેવાની ! યાદવે પેઠે કરડેનું કુટુમ્બ હેય, તે પણ મરતી વખતે મૂકી દેવાનું ! હાથી જેવડું મોટું શરીર હોય તે પણ મરતી વખતે તે મૂકી દેવાનું ! કુટુમ્બાદિક કે-જે જિંદગીની મહેનતે મેળવાય છે, તે ચીજો અંતે મૂકી દેવાની. એટલે શું થયું ? જિંદગીની મહેનત ને અંતે સરવાળામાં શૂન્ય ! તમારી જિંદગીને હિસાબ કરે. સરવાળામાં શુન્ય આવે. કારણ? સરવાળે શૂન્ય આવવાનું કારણ એક જ કેઆપણે રખડતી પ્રજા. અને ચીજ મેળવી નિકાસના પ્રતિબંધવાળી, આપણે એટલે ભટક્તી રખડતી પ્રજા. લુવારિયા જેવી રખડતી પ્રજા જેવા આપણે છીએ. લુવારીયા પાંચ દહાડા અહીં, પાંચ દહાડા તહીં. સ્થિર રહેવાવાળી જાત નહીં. આ આત્મા પણ ભટકતી ચીજ. પહેલે ભવે કયાં હતા? તે પહેલાં કયાં હતા? આવતે ભવે કયાં જઈશું? ભભવ જુદે જુદે સ્થાને ભટકવાવાળા, એથી આપણેય ભટક્તી જાત. લુવારીયા ભટકતી જાત ખરી પણ તેમાં એક વસ્તુ સારી છે કે-જ્યાં જાય ત્યાંથી મેળવેલી મિલકત સાથે લઈ જઈ શકે છે. તે કંચન, કામિની, કુટુમ્બ, કાયા સાથે લઈ જઈ શકે છે. માલને સાથે લઈને ભટકવાવાળી પ્રજા છે. જ્યારે આપણે માલ મૂકીને ભટકવાવાળી પ્રજા છીએ. દરેક જન્મમાં આ જીવ, આહાર-શરીર-ઈન્દ્રિય ને વિષય એ ચારે વસ્તુ મેળવે. જાનવરના ભાવમાં પણ મેળવે, પરંતુ તે ચારેય વસ્તુની. નિકાસને પ્રતિબંધ હોવાથી તે મેળવીને પાછો અહીં જ મૂકી દે અને ચાલતે થાય. આથી આપણે રખડાઉ પ્રા. નિકાસના પ્રતિબંધવાળી ચીજ એકઠી કરે, તેની અક્કલ કેટલી? લુવારિયે પિતાની ચીજ
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy