________________
- ૫૪૦]
દેશના મહિમા દર્શન
જ્ઞાન આત્માના ઘરનું-આત્માને જ સ્વભાવ, તે જ્ઞાનને અનંતમે ભાગ મેળવવું હોય તે પુદ્ગલને કર્મરાજાની પરસી (સીફારસ) કરવી પડે. આપણે પુદ્ગલ અને કર્મને આધીન થઈ ગયા છીએ. રાજ્યમાં રૈયત કરતાં લશ્કર વધારે ન હોય, રૈયત કરતાં વધારે લશ્કર હોય તેવું રાજ્ય નહીં મળે. જ્યારે કર્મસજા આત્માના એક પ્રદેશ ઉપર અનંતી કર્મવર્ગણા લગાડીને રહ્યો છે. ચાહે જેવો કડક દેશ હોય, પણ તેમાં પિતે ઉત્પન્ન કરેલી ચીજ પિતે ભગવે.
જ્યારે કર્મરાજાના દેશમાં આત્મા પિતાની ચીજને ભેગવનાર ન થાય. કર્મરાજા દ્વારા પદુગલિક ઈન્દ્રિયની મદદ મળે ત્યારે આત્માને જ્ઞાન થાય ઈન્દ્રિ દ્વારા આત્માને જ્ઞાન થાય, કર્મરાજાની મહેર થાય. અને પુદ્ગલને સાચવીએ ત્યારે આપણા ઘરનું જ્ઞાન આપણને મળે. કર્મરાજાની ગુલામીમાં આત્મા ગમે ત્યારે આ દશા છે ને? આત્મા કર્મને ગુલામ ન હોય તે તેને પુદગલની મદદની જરૂર ન રહે. સિદ્ધ પરમાત્માને લેક અલેક સર્વનું સ્વરૂપ દરેક ક્ષણે જાણવાનું. તેમાં પુદ્ગલની મદદની જરૂર નથી. કર્મરાજાની મહેરને સિદ્ધોને અવકાશ નથી.
જેની હેય તે જીવવિચાર જાણે. નવતત્વ જાણે ત્યારે સમજી શકે છે કે-જે આત્મા સૂકમ એકેન્દ્રિયને, તે જ આત્મા સિદ્ધ પરમાત્માને. આત્મા તરીકે બંનેમાં ફરક નથી. જીવના બે ભેદ પાડીને નક્કી કર્યું કે-જે સિદ્ધને તે જ એકેન્દ્રિયને આત્મા. ફરક એક જ. કર્મની ગુલામીમાંથી છૂટી ગયેલા તે સિદ્ધ અને તેમાં ફસાયેલા તે જ સંસારી. આમાં કંઈ ન્યૂનાધિતા નથી.
સિદ્ધ અને સંસારી-એ બંનેનું સ્વરૂપ એક સરખું જ છે. ફક્ત ફરક એક જ. આપણે સંસારી કર્મની ગુલામીમાં સપડાયા છીએ,
જ્યારે તે સિદ્ધ કર્મની ગુલામીમાંથી છૂટી ગયેલા છે. “હું”“હું” બધા દર્શનકારેએ જાણ્યું, પણ હું કેણ છે? તે જૈન સિવાય કોઈએ ન જાણ્યું. ભૂત આવે તો તેને કેયડા મારીને બોલાવવા પડે છે. કે તું કેણ? અથવા પૂછવા માટે ધૂણું દઈને પણ બેલવવા પડે છે, તેમ હું એટલે કેણ છું તે તે બેલ.