________________
૨૯. આત્માના પ્રકારે
[૩૯
હવે આસ્તિકમાં આવ્યા ત્યારે હું એટલે જીવ-આત્મા પણ જીવ કેવા ? એમ તે કહે કે–તે જાણીને શું કામ છે? જીવનું સ્વરૂપ જાણવાથી તે તેના અસંખ્યાત પ્રદેશમાંથી વધવાના કે ઘટવાના નથી—તેના કેવળજ્ઞાન પૂછીએ સ્વરૂપમાં વધવા ઘટવાનું નથી. જેના જાણવાથી કે ન જાણવાથી પટ્ટામાં ન્યૂનતા અધિકતા થવાની નથી તેને જાણવાની કડાકૂટ શા માટે કરવી ? આત્માની ગુલામી
આત્માના સ્વરૂપને આત્મા જાણે તેથી શુ` ? કે ન જાણે તેથી શું ? વાત સાચી, પરંતુ એક વાત ધ્યાનમાં લે. એક માણસને જ્યારે પોતાને ત્યાં ચક્રવતીના જેટલું નિધાન દટાયેલું છે, તે નિધાનની ખબર ન હોય ત્યાં સુધી ભાજી માટે એક પૈસો જોઈએ તે તેને કરગરવું પડે. નિધાનથી અજાણ હાવાથી એક પૈસા બદલે કરગરી કરગરીને હેરાન થઇ. જતા હાય તો ? અહીં એક પૈસા બદલે ગુલામી કરવી પડે, કેમ ? તે કે- નિધાનની તેને ખખર નથી, તેમ વિચારીએ તે જાણવામાં આવે કે આપણા આત્મા કેવળજ્ઞાનના ધણી છે. આત્માનું કેવળજ્ઞાન સ્વરૂપ આપણે પ્રગટ કરી શકયા નથી. કના કબજામાંથી આપણે તેને છેડાવી શકયા નથી ત્યાં સુધી આપણી શી દશા છે ? સુંવાળુ છે. તેટલું જાણવું, સ્પેન તે ઇન્દ્રિયનુ' જ્ઞાન, તે કેવળજ્ઞાનના અનંતમા ભાગે. રસના, ઘ્રાણુ, શ્રોત, ચક્ષુનું જ્ઞાન, તે કેવળજ્ઞાનના અનતને ભાગે. તેવાં અપતર જ્ઞાન માટે કેવાં ફાંફાં મારીએ છીએ ? એટલુ પણ ઇન્દ્રિયની મદદથી જાણી શકાય છે. શિયાળામાં સ્પના (ચામડી) ઠરી જાય તે તેટલું સુંવાળાપણું પણુ જાણી ન શકાય ! આટલા અજ્ઞાન આપણને કાણુ રાખે છે ? કર્મી રાજા. ઘ્રાણુ ઇન્દ્રિયની મદદ આવે તો જ સુંઘી શકીએ. તેવી જ રીતે શબ્દ, રસ, ગંધ પણ કાન, જીભ, ઘ્રાણુથી જાણી શકાય.
લોકાલોકપ્રકાશક જ્ઞાન, આત્મા પાસે છે. તે આત્મા સ્પ, રસ આદિનાં જ્ઞાન માટે એ(ક)ના સામું જુએ! કેવળજ્ઞાનથી અન ંતમા ભાગનું જ્ઞાન મેળળવું હાય તા કમ સામું જોવુ પડે. યાગ્ય પુદ્ગલો ન ગોઠવાય ત્યાં સુધી આપણુ કામ ન થાય. આપણી ચીજની તા ગુલામી હાય, પરંતુ આ તા પારકી ચીજ માટે ગુલામી કરવી પડે !