________________
ર૭. વિશ્વ બંધુત્વ
[૨૧૯
ભાઈએ જુદા રહે છતાં યાવજીવન સ્નેહની ગાંઠ છૂટે નહીં.
દરેક વ્યક્તિની ચેતના, સુખ-દુઃખ, પૂણ્ય-પાપકર્મો જુદાં છે, પરંતુ જુદી વ્યક્તિઓ છતાં ભાઈ ભાઈ, બે વ્યક્તિ જુદી છતાં આબરૂ, ધનમાં એક સરખી રીતે ભાગીદારીમાં ચાલે છે.
જગતના જીવે આપણાથી જુદી વ્યક્તિઓ છે તે ભેદ છતાં એમની ઉપર આપણી દષ્ટિ હમેશાં એક સરખી રાખવી જોઈએ. તે માટે બંધુ' શબ્દ રાખે. તે સનેહના તંતુઓથી બંધાય. તેમાં દેરડી બાંધવાની હોતી નથી. એવી રીતે અહીં, વિશ્વના સમગ્ર જીવે સાથે કર્તવ્ય–તંતુથી બંધાવાનું છે. ત્યારે જ પવિત્ર નામ તિર્ધર પુરુષનું જણાવ્યું હતું. તેવી રીતે આખા જગતને ઉદ્ધારવા માટે, અનાવૃતિ કરવા માટે, પાપનાં ફળેથી મુક્ત થવા માટે આત્મા તૈયાર થાય છે, અનેક જન્મ સુધી એવી રીતે મંડી રહે તે જ અનાવૃતિ થાય. અનેક જિંદગી જે આવી રીતે જગતને ઉદ્ધાર કરવાની ભાવના રાખે તે જ જગતના ઉદ્ધારક બની શકે. દરેક જન્મમાં આ ભાવના કેળવવાની જરૂર છે.