SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. વિશ્વ બંધુત્વ [૨૨૭ અરે ! આખા ગામની આપી.” એટલે શું થયું? એક આપી હતી તે પણ ગઈ! જેમ પેલાએ બે પાંચ કરતાં આખા ગામની આપવાનું કહ્યું એટલે એકની વાત પણ ઉડાડી દીધી. એક વાત કહીને એટલે કે–એક વિશ્વની કહીને બીજી વાત ઉડાડી દેવા માંગું છું, તેમ નથી. સામાન્યથી મનુષ્યનું ધયેય ઊંચામાં ઊંચું હોવું જોઈએ, એમ કહેવા માંગું છું. ધ્યેય ત્યાં સુધી ઊંચું હોવું જોઈએ કે-ન પુનરાવૃત્તિ . એ વસ્તુ એક જન્મથી શક્ય નથી, છતાં ધ્યેય એ રાખ્યું.અશકય લાગતી વસ્તુ સજજનેએ મગજમાં રાખવી જોઈએ. આત્માનું પ્રાબલ્ય એવું છે કે–અશકય વસ્તુ પણ અભ્યાસથી સમય જતાં આત્માને સુસાધ્ય થાય છે. આપણા બચપણમાં બેસતા કયારે? મા પાછળ હાથ રાખતી ત્યારે. તે વખતે દેડવાની–કૂદવાની શક્તિને સંબંધ ખરો? પણ અશક્ય હતું તે વખતે. અત્યારે? એ પ્રમાણે કાળાંતરે, અભ્યાસે, પરિવર્તને કેટલીક વસ્તુ અશક્ય હોય તે પણ સુશક્ય થાય છે, માટે “આખા વિશ્વને અંગે જે દુઃખ ટાળવાની બુદ્ધિ, સુખપ્રાપ્તિની બુદ્ધિ મારા માટે જે પ્રયત્ન કરું, તે જ પ્રયત્ન તેના સુખ મેળવવા માટે, દુઃખ ટાળવા માટે પ્રયત્ન કરું.” એ વાત હંમેશાં ભાવનામાં રાખવી. એક વાત ધ્યાનમાં રાખવી. ટૂંકું પણ કરી શકે તે ધીમે ધીમે લાંબું કરે. ઠેલણ ગાડીએ ચાલવા માંડયા. ધીમે ધીમે કૂદનારા–દેડનારા થયા. તેમ ધીમે ધીમે પહેલાં કુટુમ્બના દુખે દુઃખી, સુખે સુખી. કુટુમ્બના દુખ દૂર કરવા તૈયાર થાવ. વિશ્વના અંશ તરીકે કુટુંબ ગણીને જાવ, પછી આખી જ્ઞાતિમાં જાવ, પણ આજે તે જીવનના જીવન જાય તે પણ કુટુમ્બમાંથી બહાર નીકળી ન શકો. વિશ્વબંધુત્વ શેરીમાં એક કૂતરું નવું આવે, તે બધાં કૂતરાં સામા થાય. કુટુમ્બને કુટુમ્બ તરીકે સાચવવામાં વૃદ્ધિ નથી, માટે કુટુંબને વિશ્વના અંશ તરીકે લે. આખા વિશ્વનું હિત કરવું છે. તેને આ અંશ છે. તેથી આગળ વધે એટલે જ્ઞાતિ, દેશ, વિશ્વ. સર્વ જીવ માટે તે
SR No.023323
Book TitleDeshna Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy