________________
--------
દેશવા મહિમા દર્શન સેનાને ભાવ ૩ર) રૂા. લે ! આવાને ચાકસી શી રીતે કહેવાય?
આપણે બધા આસ્તિકમાં ખપવા માંગીએ છીએ તેથી પિતાના જીવને માનવા તૈયાર છીએ, પણ પારકાના જીવને માનવા તૈયાર નથી. પિતાના સુખદુખ માફક પારકાના સુખદુઃખની કિંમત કેમ નથી કરતા ? આપણને દુઃખ ઉપર જેવી અપ્રીતિ છે, તેવી બીજાનેય દુઃખ ઉપર અપ્રીતિ છે તેમ સમજી આપણે બીજાઓ પ્રતિ વર્તવું જોઈએ. સુખ ઉપર પ્રીતિ આપણને છે, તેમ જગતના જીવને પણ સુખ ઉપર પ્રીતિ છે તેમ સમજીને વર્તીએ નહીં ત્યાં સુધી હૃદયની આસ્તિકતા આપણે ધારણ કરી નથી.
વચનની આસ્તિકતા હરકે ઈરાખી શકે છે. વસ્તુતાએ હૃદયમાં વિચાર કરે, કે તમારા જીવને જીવ માને પરંતુ વિશ્વના સર્વ જીને સુખની પ્રીતિવાળા-દુઃખના હૈષવાળા માને, તેમને સુખ દેવાવાળા ના થાવ. પરંતુ દુઃખ દેવાવાળા થાવ, તે તમે આસ્તિક શી રીતે કહી શકાવા? તેથી જ આજના વિષયમાં વિશ્વને સ્થાન આપવું પડ્યું છે, તેથી અમુક દેશ–અમુક નાત-અમુક ખંડ નથી સમજતા તેમ નથી રાખ્યું, પણ વિશ્વ નથી સમજતું એમ રાખ્યું છે. વિશ્વ શબ્દને એટલા માટે
સ્થાન આપવું પડ્યું છે કે-આસ્તિકતા મનાવવી પડે, ત્યારે ‘તું એ વિશ્વ અને વિશ્વ એ તું એ બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી આસ્તિકપણામાં આવેલે નહીં ગણાય. | મારતાને હાથ પકડાય, બોલતાની જીભ ના પકડાયપિતાને માટે પિતે આસ્તિક બની જાય, તેમાં કઈ રોકે નહી. પિતાને વિશ્વ જે નહીં ગણે ત્યાં સુધી આસ્તિકતાના પગથિયા પર ચડી નહીં શકે. આ રીતે “વિશ્વ શબ્દ રાખીને અશક્ય વાત આગળ કરીને, શકય વાતને ખસેડવા માગતા નથી.
ગામ બહાર ભવૈયા નાચતા હતા. એક કણબી તાનમાં આવી ગયે ને ભવૈયાને ભેંસ આપી દીધી. પછી મનમાં થયું કે “આ તે બની ઉઠી.” ભયે આગળ પ્રશંસામાં ગયે. એટલે કણબીએ કહ્યું-એ આપી.