________________
શ્રાવકકુળની મહત્તા
૨ ૨૫
(૨૦૦૦, માગશર વદી ૫ ગુરૂવાર રાખડકી-ગોધરા) जिनेद्रपूजा गुरुपर्युपास्ति, सत्त्वानुकंपा शुभपात्रदानं । गुणानुराग श्रतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥
શ્રાવક પિતા તરીકેને વારસે. શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ આપતાં જણાવે છે કે-દરેક મનુષ્ય પોતાના જીવનના નિર્વાહ માટે, શરીરરક્ષણ માટે, આબરૂ વધારવા માટેનાં આર્થિક સંજોગ સુધારવા માટેના પ્રયત્નો વગર ઉપદેશે, પોતાની મેળે જ કરે છે. એક વાત લક્ષમાં લેશે કે શારીરિક રક્ષણ કણ નથી કરતા? શું જાનવરે રક્ષણ નથી કરતા?
જાનવર પિતાને ઉપદ્રવથી બચવા માટે પ્રયત્ન તે કરે જ છે. ગાય વીયાણી હોય ત્યારે તમે માલિક હોવા છતાં નજીકમાં ન જઈ શકે. શેરીમાં કૂતરી વિયાણું હોય. રેટ ખવડાવનાર પણ તેની નજીક ન જાય. સંતાનપાલન માટે પોતે ધ્યાન રાખનારી તે જાત છે; એટલું જ નહીં પણ દુનિયાદારીમાં તમે ઘર વેચે છે, તેમાં ઘરની માલિકી વેચી છે. તે તમારા નહિ પણ બીજા બધાના હક્કને એમ ને એમ રાખીને. શેરીમાં રહેવાવાળા કૂતરા બીજાને પિતાની શેરીમાં પેસવા ન દે.
જાનવરો પિતાનું મમત્વ હંમેશાં સાચવે છે. નીચી જાત પણ પિતાની માલિકી હંમેશાં સાચવે છે. તમે ઘર વેચ્યું. તેમાં ભેગવટો વે. શરીરના બચાવ માટેની કિયા તથા સંતાનના બચાવ માટેની કિયા જાનવરે પણ કરે છે. તે ઉપરથી સમજાશે કે–તે ક્રિયામાં ઉપદેશની દરકાર હોતી નથી. તે પછી ઉપદેશની જરૂર શામાં હોય?
અપ્રસિદ્ધ અર્થને જણાવનાર તે શાસ્ત્ર શાસ્ત્ર સફળ કયારે કહેવાય? જે વાત પોતાની મેળે પ્રવતી ન