________________
ર૩, મનુષ્યકર્તવ્ય
[૧૮૭
જઈ શકાય. હજારે સ્ત્રીઓમાંથી એક પણ સ્ત્રીને સાથે ભવાંતરમાં ન લઈ જઈ શકાય.
ચાર ચીજો પ્રતિબંધવાળી છે. રાજ્યમાં રહીને ગમે તેટલું આપે અને લે. પણ તે બહાર નહિ લઈ જવાય. આ ચારે ચીજો ભવના નિકાશની પ્રતિબંધવાળી છે. નિકળવા માગે તે વખતે એક પણ ચીજની નિકાસ ન કરી શકે.
હે બાદશાહ ! આમાં તું કેમ રાચે છે? આ મહેલ પણ મુસાફરખાનું છે. મહેલ કહો, ઘર કહો, હવેલી કહે, એ બધાં આ જીવને માટે મુસાફરખાનારૂપ છે. આ દષ્ટિ આવે ત્યારે મનુષ્ય ગણાય. વર્તમાન જીવન સુખી નિવડવું જોઈએ તેવી ધારણાવાળા તે જાનવર પણ છે. વર્તમાન જીવનને અંગે સુખનાં સાધને મેળવાવાળા અને દુઃખથી દૂર રહેવાવાળા દરેક હેય તેમાં નવાઈ નથી.
આ મનુષ્યજન્મ ૮૪ લાખ જીવનનીમાં ભટકતાં ભટકતાં મુશ્કેલીથી મળે તેવું છે. મનુષ્યને ૯ મહિના સુધી ગર્ભમાં રહેવું પડે. જાનવરાદિકમાં અલપકાળ ગર્ભમાં રહેવું પડે છે. ઊંધે માથે લટકવાનું માત્ર મનુષ્યમાં. તિર્યંચને તિર્ણ ગર્ભસ્થાન હોય છે. એ અવસ્થાએ તું જન્મ પામી, હજુ વિવેકમાં ન આવે, આવતા ભવનો વિચાર ન કરે તે તારી ગતિ શું? કુટુમ્બમાં અને કાયાદિમાં ગૂંથાઈ રહ્યો તે ભવાતરમાં તારી સ્થિતિ કયી?
ઘેર ઘેડ જ , અરે, માલિકનું કામ કરે, સંતાન પેદા કરે, આયુ પૂરું થાય એટલે ચાલતા થાય. શું લઈ ગયે સાથે? આપણે પણ ભવિષ્યનો વિવેક દયાનમાં ન લઈએ તે આપણી જિંદગી પણુ જાનવરની જેવી જાય. येषां न विद्या न तपो न दानं, ज्ञानं न शीलं गुणो न धर्मः। ते मृत्युलोके भूवि भारभूता, मनुष्यरूपेण मृगाश्चरन्ति ।
મનુષ્યને વેષ લીધે છે. માત્ર મનુષ્યનું ચામડું ઓઢયું છે. શિયાળ, ગધેડા ઉપર વાઘનું ચામડું પહેરાવે તે ખરેખર વાઘ નથી. જેનામાં તપ,