________________
૧૮૬).
દેશના મહિમા દર્શન છોકરે સમજણવાળે નથી. ડોકટરેએ વિચાર્યું કે ઓપરેશન કરવું પડશે, હાથ અંદર બેઠવા પડશે. ત્યાં એક દેશી વૈદ્ય આવ્યો. તેણે કહ્યુંઃ માત્ર પાંચ મિનિટ મને આપશે ? માત્ર પાંચ મિનિટમાં કેસ બગડે તેમ નથી.
ડેકટરેએ કહ્યું-તું ઈલાજ કર. તેણે દિવાસળી મંગાવી, સળગાવીને હાથ પર ચાંપી એટલે બાળકે હાથ અંદર ખેંચી લીધે!
આ વાત પરથી સમજવાનું કે સુખની ઈચ્છા, દુઃખની અપ્રીતિ ગર્ભસિદ્ધ છે. જીવ ગર્ભમાં પણ સુખની ઈચ્છા, દુઃખની તરફ અપ્રીતિકરવાવાળો હોય છે. તેમાં ઉપદેશની જરૂર શી? વાત બધી ખરી. એક વાત
ધ્યાનમાં રાખવી. છ વર્તમાન સુખ-પૌગલિક સુખ તરફ જેવી દષ્ટિ રાખે છે, તેના હજારમાં ભાગની પણ દષ્ટિ ભવાંતરનાસુખની રાખતા નથી.
મહેલ કે મુસાફરખાનું ? હું કઈકની ધર્મશાળામાં ઉતરેલે મુસાફર છું. એક ફકીરને અંગે એવું બન્યું. બાદશાહના મહેલમાં વગર પૂછયે તેણે ઉતારે કર્યો.
બાદશાહ ત્યાં આવ્યું. અને કહ્યું: અરે-મુસાફર ! મુસાફરખાને માફક ઈધર કેસે નિશ્ચિત સો રહા હૈ?
ફકીરે કહ્યું-એ ભી મહેલ નહીં હૈ, મુસાફરખાના હૈ. રાજા કહે-મુસાફરખાના બહાર હૈ, યહ તે રાજમહેલ હૈ. ફકીરે કહ્યું–આપ મુસાફરખાના કીસકું કહતે હો? રાજાએ કહ્યું-“મુસાફીર ઘુમતા આવે, ઠેરે, ઔર ચલા જાય.”
ફકીરે કહ્યું-“તે ઈસી મહેલમેં તુમેરા વડ આરહા, ઔર ચલે ગયે! તુમ ભી ચલે જાયેગા ! ફીર તુમેરા લડકા આયા ! મુસાફરખાના ઓર મહેલમેં ક્યા ફરક હૈ!”
જેમ રાજ્યોમાં નિકાશની પ્રતિબંધી થાય છે તેમ ભવને અંગે જે મેળવીએ છીએ તે વસ્તુ નિકાશની પ્રતિબંધીવાળી છે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા-આ ચારે ચીજો મેળવવા માટે રાતદિવસ મહેનત કરીએ છીએ, તે નિકાશના પ્રતિબંધવાળી વસ્તુઓ છે. અબજો રૂપિયા હોય પણ એક રૂપિયે લઈ જવા માગીએ તે સાથે ન લઈ