________________
પ્રવેશક (લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એમ., એ. )
દેશના-દુનિયા દુઃખના દરિયામાં ડૂબેલી છે. આને વાસ્તવિક ઉદ્ધાર કરવા માટે–એને સન્માર્ગે વાળવા માટે એકાંતે કલ્યાણકારી ઉપદેશની-દેશનાની આવશ્યકતા છે. આવી દેશના આપવા માટે તે સાચા અને સંપૂર્ણ જ્ઞાન અને ખરેખરા અનુભવથી અલંકૃત પુરુષોત્તમ જ એગ્ય ગણાય. આ જ હકીકતને જૈનદષ્ટિ ચરિતાર્થ કરતી હોય એમ જણાય છે, કેમકે જૈનમંતવ્ય પ્રમાણે જૈન તીર્થકરે, ધર્મ તીર્થના સ્થાપકે સર્વજ્ઞ બન્યા વિના કદી દેશના દેતા નથી. વળી તેઓ સર્વજ્ઞ બન્યા બાદ દરરોજ બે વાર ત્રણ ત્રણ કલાક સુધી જનગામિની વાણીરૂપ પાણીને વહેવડાવ્યા વિના પણ રહેતા નથી. વિશ્વવત્સલતા તે આપોઆપ જ પિતાનું કાર્ય કરે જ ને ? (કેઈ વ્યકિત ડૂબી જતી હોય અને એ કાંઠે ઊભેલા માણસના જોવામાં આવે તે ડૂબતી વ્યક્તિ બચાવવા માટે બૂમ પાડે ત્યાં સુધી એ ડેક જ રાહ જુએ ?)
જૈનદર્શનમાં ગુરુને સ્વતંત્ર અધિકાર નથી. એમને તે તીર્થ. કરે બતાવેલા જ માર્ગે ચાલવાનું છે. અસીલના કહ્યા વગર એની વકીલાત કરનારા તીર્થંકરના અને એમના દયેય અને રાહ એક જ છે. આથી તે વિશ્વના કલ્યાણ માટે જેમ તીર્થંકરે દેશના દે છે તેમ ગુરુ પદે બિરાજતી વ્યક્તિએ પણ જૈનશાસનને વફાદાર રહી એ કાર્ય કરવું જ જોઈએ. આવી પરિસ્થિતિમાં પૂ. આગમેદ્વારકને હાથે એમના સુદર્ઘ દીક્ષા પર્યાયને લઈને અનેક વાર દેશનાઓ અપાઈ છે તે એગ્ય જ થયું છે. આ દેશનાઓનું ભાષાદિ રૂપ બાહ્ય કલેવર ભલે કેટલીક વાર એક જ જણાય, પરંતુ એમાં રહેલ આત્મા તે ભિન્ન ભિન્ન સ્વરૂપે છે.
ધર્મ “બતાવે છે, નહિ કે “બનાવે છે. આ ‘ત” અને “ના” વચ્ચે ભેદ સમજવા જેવું છે.
અગ્નિપરીક્ષા-આગમ દ્વારકની દેશના એટલે સામા પક્ષના વકીલને હાથે સાક્ષીની કરાતી ઊલટ તપાસ. એઓ જનદર્શનનાં