________________
દેશના મહિમા દર્શન
જોઈએ. શીખેલું નકામું ન જાય. અપઠિત-અજ્ઞાન શું કરવાને? આંધળે એ માત્ર આંખે આંધળે, પણ અજ્ઞાન, એ બધી ઈન્દ્રિયેથી જાણનાર છતાં આત્માથી આંધળે છે. અજ્ઞાની સવથી આંધળો. એ ફળને મેળવી શકે નહીં, ફળ જાણી શકે નહીં. સાહિત્ય વહાલું ન ગણતે હોય તે મનુષ્ય, હિતની પ્રવૃત્તિ-અહિતની નિવૃત્તિ માટે તૈયાર થઈ શકે નહીં; માટે જે તે પણ શીખવું તે ઉપર દ્રષ્ટાંત આપે છે
યવષિની કથા. એક રાજા જબરજસ્ત બળ–કળવાળે છે. અનેક ધારણાવાળો છે. અક્કલને જ અવકાશ છે, તે કરતાં સંપત્તિને ઘણે અવકાશ છે. મોટા મોટા રાજ્યને સંપત્તિની લાલચ આપી દબાવી શકીએ છીએ-ફેડી શકીએ છીએ, દ્ધા સેનાપતિઓને ફેડી શકીએ છીએ. જ્યારે અક્કલ એ દુનિયાને દેખાડવાની ચીજ છે. વૈજ્ઞાનિકો, ઉદ્યમીઓ બધા સંપત્તિ આગળ પાછું ભરે છે.
ઈતિહાસના ખ્યાલવાળા જાણતા હશે કે-૧૪ની લડાઈમાં વૈજ્ઞાનિકોએ-ઉદ્યમીએ કે સંપત્તિએ વિજય મેળવ્યો? આ વાત રાજાના
ખ્યાલમાં હોવાથી એ ચાલે ગયે. એને એમ થયું કે-કેવળ સંપત્તિ જેમ બને તેમ મેળવવી અને સત્તા જમાવવી. રાજાને કેઈક વખત વિચાર આવ્યો કે સત્તા ચલાવીએ છીએ પણ જે સત્તામાં ડખલગીરીને ઉપાય ન હેય-ડખલગીરી ન ચાલી શકે, તે સત્તાની કિંમત શી? | મારી પ્રજામાં કેઈકને કઈ ધેલ મારે તે તેને કેદ કરું, પણ મારી પ્રજામાં કોઈ મરી જાય તેને ઉપાય નહીં. કેઈ કોઈને એક દાંત પાડે તે કેદ કરું, પણ અવસ્થાથી ૩૨ દાંત પડી જાય તેને ઉપાય નહીં. આખા અવયે સડી જાય, ભાંગી જાય તેમાં મારે કંઈ ઉપાય નહીં. યાવતું મારી પ્રજામાં કોઈ વધ કરે તેને ફાંસી દઉં અને મારી પ્રજાના સેંકડો મરે તે જોયા કરું. તેને અર્થ શું ? પેલમાં સજા કરું, એક દાંતમાં સજા કરું. એકને મારે તેને સજા કરું. તે જગ્યા પર કઈ રિબાય, કોઈને કોઈ રિબાવે તેના પર મારું જેર નહીં. બધાં દાંત પાડી નાખે, સેંકડે પ્રજાજનેને મારી નાખે, તે ઉપર મારું જેર નહીં; તે હું રાજા શાને ?