________________
પુરુષો સ્વર્ગસ્થ છે છતાં તેઓશ્રીઓ મારા પર આશીર્વાદની વર્ષા વરસાવતા હોય એમ લાગે છે અને તેથી હું સાહિત્યસેવા માટે આગળ ડગલાં ભરું છું. આ સર્વેમાં મારા શિષ્ય સ્વાધ્યાયપ્રેમી મુનિ ઉત્તમવિજયજની અનેક પ્રકારે સહાય મળતી રહે છે. વળી સદાય આત્મીયભાવે પ્રેસ, કાગળ, વિગેરે સંબંધી, તેમજ સંપાદન, પ્રફવાચન વિગેરે સર્વ વ્યવસ્થા સંભાળી સાક્ષરવર્ય શ્રી કૃષ્ણપ્રસાદ ભટજી, બી. એ., સાહિત્યાચાર્ય અને સંપૂર્ણ સહાય આપે છે તેમજ પ્રકાશન સંબંધી ઘણી જવાબદારીઓ અને વ્યવસ્થાઓ તેર વર્ષની નાની વયથી તે આજ સુધી એકધારી સંભાળી રહેલ શ્રી રસિકભાઈ અમૃતલાલ શાહની સહાય મળી રહેલ છે તે કયા શબ્દોમાં વર્ણવું એ જ સમજાતું નથી.
જીવન અબજી જ્ઞાનમંદિર, | કિંગસર્કલ, માટુંગા મુંબઈ–૧૯.
| | પ્રવર્તક મુનિ નિરંજનવિજ્ય વિ. સં. ૨૦૩૩ વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા)