________________
૬૭૪
આપના અનાદર મેં જે કર્યાં હતા, તેની ક્ષમા માંગુ છુ.' મેઘવતીએ કહ્યું. તેના શબ્દોથી પ્રસન્ન થયેલા નારદ કહ્યું. તમારા મનમાં જે હોય તે કહે, હું તે પૂરું
'
કરી આપીશ.’
મારા પતિ મારી શાકયને છેડી મારી સાથે રહે
તેવું કરો.’
,
મેઘવતીના શબ્દો સાંભળી ' તથાસ્તુ કહી નારદ મેઘનાદ પાસે ગયા, ને કહેવા લાગ્યા : ‘દેવા માટે મૃત્યુલેાકની સ્ત્રી સાથે ભેગ ભોગવવા અયોગ્ય છે. તેમના શરીરમાં રસ, લેાહી, માંસ, મેદ, અસ્થિ, મજજા વિગેરે સાત ધાતુઓ હાય છે.' એમ મેઘનાદને કેટલુંક સમજાવી નારદે રુક્ષ્મણી પરના મેહ દૂર કર્યાં. ત્યારે મેઘનાદે પૂછ્યું. ‘ આને કયાં રાખવી જોઈ એ ? ’
,
6
આ સ્ત્રીને જે ઝાડ નીચેથી લાવ્યા હતા, ત્યાં જ મૂકી દેવી જોઈએ.' નારદે કહ્યું ને મેઘનાદે તેમ જ કર્યું. તે પછી તે પેાતાની પૂર્વની સ્ત્રી મેઘવતી સાથે રહેતા સમય પસાર કરવા લાગ્યું.
રુક્ષ્મણી એ ઝાડ નીચેથી ઊઠી પેાતાના બાપના ઘર તરફ જવા લાગી. રસ્તામાં તેના હાથમાં રહેલ કંકણમાંનુ એક કંકણ પડી ગયું. બાકીના ખીજાં દિવ્ય આભૂષા સાથે તે ઘેર ગઈ. ત્યારે તેની એરમાન માએ પૂછ્યું, · હે... અલી ! તુ આટલા દહાડા કયાં હતી ? ’ જવામમાં તેણે કહ્યું, 'હું કયાં હતી તેની તે મને ખબર નથી, પણ જ્યાં હતી ત્ય