________________
' 'મેટ થયેલી રુક્ષમણીએ હવે ઘરકાર્ય સંભાળી લીધું. તે પિતાના બાપને સારી રીતે જમાડતી. ભક્તિ અને વિનયાદિ ગુણેથી તે તેના બાપની સ્નેહપાત્ર બની. I એ દેવશર્માની પાડોશમાં કમળ નામની વિધવા બ્રાહ્મણી રહેતી હતી. તે દેવશર્મા સાથે પત્ની તરીકે રહેવા ઈચ્છતી હતી. તેથી તેણે કહ્યું, “હે બ્રાહ્મણ ! તમારી પત્ની મરણ પામી છે, તમને સારી રસોઈ જમવાની ઈચ્છા થાય તે તમારી નાની છોકરી પૂરી શકે નહિ, તેથી તમારે ફરીથી લગ્ન કરવું જોઈએ. નવી સ્ત્રીથી તમે સુખી થશે. હજી તમે કાંઈ ઘરડા થઈ ગયા નથી. તમને કઈ પણ બ્રાહ્મણ પિતાની કન્યા આપશે. દિવસે જતાં ઉંમર થતાં કઈ જ તમને કન્યા આપશે નહિ. વળી તમારી દીકરી મોટી થશે, તેને પરણાવશે, એટલે તે તેના સાસરે જશે, ત્યારે તમારી શું દશા થશે ? મારા આ શબ્દો ભવિષ્યમાં રેજ યાદ આવશે. યાદ રાખે, સ્ત્રીના પણ હિતકારી શબ્દ માનવા જોઈએ. અને ભાઈઓના દુઃખ ઉત્પન્ન કરનારા શબ્દો કાને ધરવા ન જોઈએ.”
આ સાંભળી બ્રાહ્મણે કહ્યું: “મારો વિચાર ફરીથી લગ્ન કરવાનું નથી. કારણકે ગઈ એવી સ્ત્રી હવે ન મળે. મારી દિકરી મને પૂરેપૂરે સંતેષ આપે છે. તેથી હું મરનારીને ભૂલી ગયો છું.”
આ સાંભળી કમળાએ પિતાના મનમાં વિચાર કર્યો? તેની પુત્રી પરથી તેનું મન ઊઠી જાય તેવું મારે કાંઈક કરવું જોઈએ.”