________________
૬પ૬
“તમે કોણ છે? કઈ શક્તિથી આવ્યા છે?' જવાબમાં મહારાજાએ કહ્યું. “હું સ્વબળથી અહીં આવ્યો છું. ત્યારે બકરે બેભે. “શધ્યામાં સૂતેલી મારી સ્વામિનને ચાર વાર જે બેલાવશે. તેની સાથે તે લગ્ન કરશે ત્યારે મહારાજાએ અદશ્યરૂપધારી અગ્નિશૈતાલને કહ્યું. ‘તમે દીપકમાં પ્રવેશ કરે અને હું વાત કહું ત્યારે હુંકારે દેજે.”
વિક્રમાદિત્યના કહેવા પ્રમાણે અગ્નિશૈતાલે દીવામાં પ્રવેશ કર્યો એટલે મહારાજા બોલ્યા, “હે દીવા! તું મારી વાતમાં હુંકારે આપીશ ? ”
જરૂર, દીવાએ કહ્યું કે મહારાજાએ રાજકુમારીને સંભળાવવા વાત કહેવા માંડી.
વામન નામને બ્રાહ્મણ કૌશાંબી નગરીમાં રહેતે હતે. તેને સાવિત્રી નામની પત્ની, નારાયણ નામને પુત્ર, ગાયત્રી નામની પુત્રી અને અશ્રુત નામને મામે હતે. તે કન્યા મટી થઈ, પરણવા લાયક થઈ ત્યારે તેના માતા, પિતા, ભાઈ અને મામા એ ચારે જણા ચાર દિશામાં ગયા. અને
ગ્ય વરની શોધ કરવા લાગ્યા. શોધ કરી. વિવાહનું નક્કી કરી પાછા આવ્યાં ને ચારે જણે વાત કરી.
લગ્નના નક્કી કરેલા દિવસે ચારે વર જાન સાથે ત્યાં આવ્યા અને ગાયત્રીને પરણવા માટે અંદર અંદર લડવા લાગ્યા. એક કહે, “હું પરણીશ.” બીજે કહે, “હું પરણીશ.”
આ પ્રમાણે તે લડતા હતા, તેવામાં કન્યાને સાપ કરો. તે મરી ગઈ ને ઝઘડાને અંત આવે.