________________
૬૩૫
મનમાં વિચાર્યું. ત્રીજે પ્રહર પૂરે થયે એટલે તે મહારાજાને નમન કરી ચાલ્યા ગયે, અને કેટિમતિ હાજર થયે. મહારાજાએ તેને બેલાવી શતમતિને મારી નાખવા આજ્ઞા કરી. કટિમતિએ મહારાજાને કહ્યું, “તમને એકલા છેડી જવા મારું હૃદય. ના પાડે છે.”
હું જાગતે બેઠે છું.” મહારાજાએ કહ્યું, “તમે જાવ અને આજ્ઞાને અમલ કરી તરત જ પાછા આ મોટા. જંગલમાં સિંહ એકલે જ રહે છે. તે શિકારી પશુ કે મનુષ્યથી. જરાય ડરતે નથી.” *
આ સાંભળી કટિમતિ વિચારવા લાગ્યું, “જરૂર મહારાજાને ભ્રમ થયો છે, કેમ કે શતમતિ રત્નની ખાણવાળા રેહણાચલ પર્વત જે ગુણેને ખજાને છે. તે કેઈનું કયારે પણ બૂરું ન કરે.” આમ વિચાર કરતે તે બેભે, “હે રાજન, તમે થોડી વાર શાંતિ રાખે, હું તમારું કહેલું જરૂર કરીશ. પણ તે પહેલા હું તમને એક વાત કહું.”
“સારું.” મહારાજા બોલ્યા, “પહેલાં વાત કહે પછી મારા કહ્યા પ્રમાણે કરો.”
મહારાજાના શબ્દો સાંભળી કેમિતિ વાત કહેવા લાગે, “લક્ષ્મીપુર નામના નગરમાં કેશવ નામને બ્રાહ્મણ રહેતો હતો. તે જેમ જેમ દ્રવ્ય મેળવવા યત્ન કરતો, તેમ તેમ તેને દરિદ્રતા જ મળતી. કહ્યું છે. “બાવળ વાવી આંબાનાં ફળની આશા ન રખાય.” કર્યા કર્મને બદલે મળ્યા વગર રહેતો નથી.