________________
૬૩૨
નીકળ્યા. રસ્તામાં વાદવિવાદ થયે. ત્રણ પંડિત કહેવા લાગ્યા.
બુદ્ધિથી વિદ્યા વધી જાય તેમાં શંકા છે જ નહિ, વિદ્યાવાળે બધે માન પામે છે. રાજા તે પિતાના નગરમાં જ માન પામે છે. ત્યારે એ બેલ્યા, “વિવાથી બુદ્ધિ ચઢી જાય છે. બુદ્ધિવાળાથી રાજા પણ કેદ-વશ થાય છે. એક સસલાએ સિંહને પિતાની બુદ્ધિથી કૂવામાં નાંખ્યો હતો તેની ખબર છે?
મંદરાચલ પર્વત પર એક સિંહ રહેતો હતો. તે રેજ અનેક પશુઓનો નાશ કરતો, એટલે વનનાં બધાં પશુઓ મળી સિંહ પાસે ગયાં ને કહેવા લાગ્યાં, “હે મૃગેન્દ્ર, જે તમારી ઇચ્છા હોય તો અમે જ તમારી પાસે એક પશુ મેકલીએ. તેથી તમારે શ્રમ કરે પડશે નહિ.'
સિંહે પશુઓની વાત માની લીધી. એક દહાડો એક ઘરડા સસલાનો વારો આવ્યો. તેણે સિંહનો નાશ કરવા વિચાર્યું. તે ધીરે ધીરે સિંહ પાસે ગયો એટલે સિંહે ગુસ્સે થઈને પૂછ્યું, “કેમ કેડે આવ્યું?' જવાબમાં નમ્રતાથી સસલે બે, “હે સ્વામિનું મોડું થયું તેમાં મારે વાંક નથી. રસ્તામાં બીજા સિંહ મને કે તેથી જ મોડું થયું.'
તે કયાં છે?” સિંહે પૂછયું. જવાબમાં સસલે સિંહને કૂવા પાસે લઈ ગયે ને બોલ્યા, “તે સિંહ આ કૂવામાં છે.”
સસલાના શબ્દ સિંહે કુવામાં જોયું તો અંદર તેને પડછા પડે. તે પડછાયાને સિંહ સમજી તે કૂવામાં કૂદી પડે ને મરી ગયે. આ ઉપરથી નકકી થાય છે બુદ્ધિ મેટી છે.”