________________
૬૯
અમલ કરેા. પાછા જલદી આવેા. જાગતા માણસને ક્યારે પણ ભય હાતા નથી.1
મહારાજાના શબ્દો સાંભળી લક્ષમતિને વિચાર આવ્યા. · મહારાજાને જરૂર કાંઈ ભ્રમ થયા છે, શકા થઈ છે. નહિં તે આવું ન મેલે.' વિચારતા તે મેલ્યા, “ હું થાડી જ વારમાં આજ્ઞાનો અમલ કરીશ. પણ તે પહેલાં એક વાત
હુ તે સાંભળેા. “ લક્ષ્મીપુર નામના નગરમાં ભીમ નામનો શેઠ હતા. તેને રૂપ, લાવણ્ય, સૌભાગ્ય અને વિનય વગેરે ગુણાવાળા સુંદર નામનો પુત્ર હતા. માટે થતાં તેણે તે પુત્રને ગુરુ પાસે ભણાવ્યે અને તે ધર્મ, કર્મી આદિ અનેક કળાઓમાં નિપુણ થયે. આ સુંદર માતપિતાની ઇચ્છા પ્રમાણે વતા. હુંમેશાં દેવગુરુના ચરણેાની સેવા કરતા.
જે પુત્ર માતપિતાના કહેવા પ્રમાણે ચાલે, તેમને ખુશ રાખે તે કીર્તિ, પ્રતિષ્ઠા અને લક્ષ્મી મેળવે છે. એક ચંદનવૃક્ષથી આખું જંગલ સુગધિત થાય છે તેમ ગુણવાન પુત્રથી ચાર્દિશ પિતાને યશ ફેલાય છે.
એકવાર સુંદર પિતાની આજ્ઞા લઇ બહુ માલ લઇ, વહાણ ભરી સમુદ્રમાર્ગે વેપાર કરવા ગયા. પવન અનુકૂળ હાવાથી તેનુ વહાણુ રત્નઢીપના રમાપુર નામના શહેરની પાસે જઈ પહોંચ્યું. ત્યાં વેપાર કરી બહુ ધન મેળવ્યું.
ધન નામના શેઠ પહેલેથી ત્યાં આન્યા હતા. તેને પણ બહુ ધન મેળવ્યું હતું. તે ધન શેઠ લક્ષ્મીપુર જવા