________________
૧૩
ને તેને તિરસ્કારી ત્યારે રમાએ કહ્યું, “તમે જેમ તેમ કેમ બોલે છે? હું તો તમારે પગલે પગલે ચાલું છું.” ત્યારે છાહડે કહ્યું, “તારું મન તો કેટલાય પુરુષમાં ભમે છે?” કહી છાહડ ત્યાંથી ગયા ને કઈ તાપસ પાસે જઈ દીક્ષા લીધી.
દીક્ષાનું પાલન કરતાં આયુ પૂર્ણ થતાં તે સ્વર્ગમાં ગયે ને કુમાર્ગે જવાથી રમા દુઃખદાયક નરકમાં ગઈ.”
પંડિતે કહેલી વાત સાંભળી મહારાજા વિક્રમાદિત્યે રાજભંડારમાંથી એક કેડ સોનામહોર તેને અપાવી. તે પછી
એક દહાડે મહારાજા વિક્રમ રાજસભામાં બેઠા હતા ત્યાં -એક બુદ્ધિમાન પુરુષ આવ્યું, ને કહેવા લાગે, લેહપુર -નામનું નગર છે, ત્યાં બધા ધૂતારાઓ રહે છે. તેઓ ગમે 'તેવાને છેતરી જાય છે.” આ સાંભળી મહારાજાએ તેને યોગ્ય : દાન આપી વિદાય કર્યો ને પિતે ત્યાં જવા વિચારવા લાગ્યા.
એક દિવસે મહારાજાએ પિતાના પ્રિય મિત્ર ભદ્દમાત્રને પૂર્વ દિશામાં તે નગર તરફ પહેલાં મેક, ને પછી મહારાજા નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં નીકળ્યા. કહેવાય છે, સિંહ કયારે પણ શુકન જોતો નથી. તે તો લાખને સામને એકલા જ કરે છે. જ્યાં સાહસ છે, ત્યાં સિદ્ધિ છે.
મહારાજ ચાલતા ચાલતા એક જંગલમાં આવ્યા. -ત્યાં ઠંડા અને ગરમ પાણીના બે કુંડ જોઈ મહારાજા ત્યાં Fકાયા. એટલામાં ત્યાં વાંદરાઓનું ટેળું આવ્યું. તેમણે ઠંડા પાણીના કુંડમાં ઝંપલાવ્યું. તે સાથે જ તે માણસ થઈ ગયા