________________
પ્રકરણ ઓગણપચાસમું શેરને માથે સવાશેર પૃષ્ઠ પ૩૩ થી ૫૪પ
રૂપચંદ્ર શ્રીદ શેઠને મહારાજા વિક્રમને મળવાને ઉપાય પૂછે છે. શ્રીદ શેઠ રતે બતાવે છે. પરંતુ રૂપચંદ્રને તે રીતે બરાબર નહિ લાગવાથી ફળફળાદિ લઈ જાય છે. દ્વારપાળ રોકે છે. રૂપચંદ્ર દ્વારપાળને થપ્પડ મારી અંદર જાય છે. ને મહારાજા સામે ભેટ મૂકે છે. મહારાજા તેના પર પ્રસન્ન થાય છે. તેની સગવડ કરવા જણાવે છે. આજ્ઞાનો અમલ થાય છે મારખાલે દ્વારપાળ અગ્નિવૈતાલના ભયંકર મકાનમાં રહેવા જણાવે છે
રૂપચંક મકાન જોઈ ખુશ થતો તેની પત્ની પાસે આવે છે. શ્રીદ શેઠને બધી વાત કહે છે. પછી ભાગ્યભરોસે પત્ની અને બાળકને લઈ જાય છે. પછી રૂપચંદ્ર બહાર જાય છે. અગ્નિવૈતાલ ભૂતગણ સાથે આવે છે. અગ્નિતાલને વિરાભવ થાય છે. એ અગ્નિશૈતાલ પર બેસી રૂ ચંદ્ર રાજસભામાં જાય છે. મહારાજા તેનું અઘટકુમાર નામ રાખે છે. પિતાને અંગરક્ષક બનાવે છે.
એક રાતના કરુણ રુદનસ્વર સાંભળી મહારાજા અધટકુમારને તપાસ કરવા મોકલે છે. રાજા પણ પાછળ પાછળ જાય છે અઘટકુમાર છે રહેતા હોય ત્યાં આવે છે. મહારાજા સ તાઈ જાય છે. અદ્ય કુમાર દેવીને રડવાનું કારણ પૂછે છે. કાલે રાજા મરી જશે તેવું દેહાં કહુ છે. અઘટકુમાર રાજાના બયાનો રસ્તો પૂછે છે દેવી પુત્રનું બલિદાન આપવા કહે છે; અઘટકુમાર પોતાનાં પુત્રનું બલિદાન આપી ચાલ્યો જાય છે. મહારાજા ત્યાં આવે છે. ને મરવા તૈયાર થાય છે. દેવી પ્રગટ થાય છે. બાળકને જીવાડે છે. બીજે દિવસે રાજા અઘટકુમારને તેના પરિવાર સાથે પિતાને ત્યાં બોલાવે છે. પત્ની સાથે અઘટકુમાર આવે છે. બાળક વિષે મહારાજા પૂછે છે. અઘટકુમાર જેવો તે જવાબ આપે છે. અને મહારાજા બાળક બતાવે છે. ને તેને મહારાજા જાગીર આપે છે. પછી રૂપચંદ્ર-અધટકુમાર પોતાના રાજમાં જાય છે.