________________
૬૩
આ બધું જોઈ મહારાજા વિક્રમ પેાતાના મનમાં વિચારવા લાગ્યા, “અરે, આ મઢનમંજરી પૂરેપૂરી પાપી છે. આવી સ્ત્રીઓને તે દૂરથી જ નમસ્કાર કરવા જોઇએ, અથવા એવા કોઈ મત્ર જપવા જોઇએ, અથવા એવા કોઇ દેવની ઉપાસના કરવી જોઈએ જેથી સ્રીરૂપી પિશાચિની શીલરૂપી જીવનને ખાઈ ન જાય. જાણે જગતના સંહાર કરવા વિધાતાએ સપના દાંત, અગ્નિ, યમરાજની જીભ અને ઝેરના અંકુર આ મધું ભેગું કરી સ્ત્રીને ન બનાવી હાય !
વીજળી કદાચ સ્થિર રહે. હવા કદાચ સ્થિર રહે પ સ્ત્રીઓનુ મન કયારે પણ સ્થિર રહી શક્યું નથી.”
આમ વિચારતા મહારાજાએ પેાતાની રાણી અને મત્રને મારવા સંકલ્પ કર્યાં. ક્ષણ પછી શાંત થઈ મનમાં ખેલ્યા, ૮ આ પાપીઓને મારવા જોઈએ, આ બેને મારતાં લેાકેા મારી નિંદા કરશે. આ પાપ કરવું મારે માટે સારુ નથી.” આમ મનમાં ખેલતા મહારાજા પેટીમાં ચૂપચાપ બેસી રહ્યા.
મંત્રીશ્વર પેાતાનુ’ કામ પૂરુ કરી પેટી પર આવીને બેઢા. અને આવ્યા હતા, તેમ આકાશમાર્ગે કાચીને ત્યાં ગયા. પછી મારપીછી અને પેટી કાચીને સાંપી રાણીએ કહેવડાવેલ સદેશે પ્રણામ સાથે કહ્યો ને તે પ્રણામ કરી ત્યાંથી ગયા.
મંત્રીશ્વરના ગયા પછી કાચીએ જ્યારે મહારાજાને પેટીમાંથી કાઢયા, ત્યારે મહારાજાએ પણ પ્રણામ કર્યાં ને મધુર વચને કહેવા લાગ્યા, “ તારી કૃપાથી મેં રાણીનું ચરિત્ર જોયુ" અને એ ચરિત્ર જોઈને મને ઘણુ દુઃખ થયું.”