________________
તેણે જોયું. ત્યાં જઈ તેણે પૂછયું, “હે દેવી! તમે કેણ છે? તમે કેમ રડે છે ?”
“હું આ રાજની અધિષ્ઠાત્રી દેવી-રાજલક્ષ્મી છું.” તે સ્ત્રીએ કહ્યું, “કાલે મહારાજા વિકેમનું મૃત્યુ છે તેના મરતાં મારી શું સ્થિતિ થશે તે વિચારથી રડું છું.”
“હે દેવી!” અઘટે પૂછયું, “મહારાજા વિક્રમ લાંબા આયુષ્યવાળા થાય તે માટે કોઈ ઉપાય છે?”
હા” દેવીએ કહ્યું, “તમે જે તમારા પુત્રનું અલિદાન આપે તે મહારાજનું થતું મૃત્યુ અટકી જાય. આ સિવાય બીજે કેઈ ઉપાય નથી.”
દેવીના શબ્દો સાંભળી અઘટકુમાર પિતાને ઘેર ગયે. પિતાની પત્નીને જગાડી બધી વાત કરી. પૂછ્યું, “હે. પ્રિયે! આજ મારી રાજભક્તિની પરીક્ષા છે, તમારે શું વિચાર છે?”
હે પ્રાણનાથ!” પદ્માએ તરત જ જવાબ આપે, “જે મહારાજાનું અનિષ્ટ મારા પુત્રનું બલિદાન આપતાં અટતું હોય તો હું મારા પુત્રનું બલિદાન આપવા તૈયાર છું.”
પિતાની પત્નીના શબ્દો સાંભળી પિતાના પુત્રને લઈ પિલા પીપળાના ઝાડ પાસે તે આવે ને પિતાના પુત્રનું
બલિદાન આપી તે ચાલ્યા ગયે. . આ બધું મહારાજા વિક્રમ સંતાઈને જોઈ રહ્યા હતાં.