________________
૫૩૭
પ્રધાનના શબ્દોમાં રહેલું સત્ય રાજાને સમજાયું અને પ્રધાનના ન આવવાનું કારણ પણ સમજી શક્યા.
આ બનાવ બન્યા પછી કેટલાય દિવસો બાદ રાજા ભીમે રાજકુમારને સખત શબ્દોમાં ઠપકો આપતાં કહ્યું,
કુપુત્રથી કુળ, અધર્મથી મેળવેલ ધન અને રોગથી ઘેરાયેલ દેહ લાંબો સમય ટક્ત નથી.”
પિતાના પિતાના શબ્દો સાંભળી રાજકુમારના મનને દુખ થયું. તે વિચારવા લાગ્યું, “નીચ માણસે ધન છે છે, મધ્યમ વર્ગના માણસે ધન અને માન ઈચ્છે છે, શ્રેષ્ઠ પુરુષે તે માત્ર માન જ ઈચ્છે છે.”
પિતાની પ્રતિષ્ઠાની કીમત સમજનાર રાજકુમારે પિતાની સ્ત્રીને લઈને કેઈને કાંઈ કહ્યા વિના જ રાતના ઘર છેડી ચાલવા માંડયું.
પિતાની પત્ની સાથે રાજકુમારચાલતે ચાલતે વીરપુરથી બહુ દૂર નીકળી ગયે. રસ્તામાં રાજકુમારની પત્નીએ શુભ મુહૂર્તમાં સૂર્ય જેવા તેજસ્વી પુત્રને જન્મ આપ્યું. તે પછી આગળ વધતા કેટલાય નાના મોટા ગામે વટાવતા તેઓ અવંતીમાં આવ્યા ને શ્રીદનામના વેપારીની દુકાનની બાજુમાં તેની પત્નીને બેસાડી રાજકુમાર નેકરીની શોધમાં નીકળે.
શ્રીદ શેઠની દુકાને એ પુણ્યશાળી બાળકના પ્રભાવે, માલ લેનારની ભીડ થઈ, તે દિવસે શેઠને સારા જે વકરે