________________
૫૨૦
પિટી બોલાવી તે તેમની દષ્ટિએ તેમના સેવકો પડયા. જેઓ દુર્બળ થઈ ગયા હતા.
“ તમારી આ દશા કેમ થઈ? “મહારાજાએ પૂછયું. જવાબમાં શરમાતા શરમાતા જે કાંઈ બન્યુ હતું તે કહેતાં કહ્યું. “અમારા ખોદેલા ખાડામાં અમે જ પડયાં.”
આ સાંભળી મહારાજ આશ્ચર્ય પામ્યા ને ગગનપૂલને ચંપાપુરીથી બેલાવી કહ્યું. “હે વણિક! તમે ભાગ્યશાળી છો. તમારી પત્ની જેવી સતી સ્ત્રી મેં ક્યાંય જોઈ નથી. તમે તમારી પત્ની વિશે મારી આગળ કહ્યું હતું તે સાચું છે. તે ઘણું પવિત્ર છે.” કહેતા મહારાજા ગગનધૂલી સાથે ચંપાપુરી પાછા આવ્યા તે સુરૂપાની પ્રશંસા કરતા કહેવા લાગ્યા. “હે સ્ત્રી ! ધન્ય છે. તે સતીઓમાં શ્રેષ્ઠ છે. તું નિર્દોષ છે. આ સંસારમાં આદર્શરૂપ છે. તારું વર્તન સંસારીઓને અનુકરણ કરવા જેવું છે.” કહેતા મહારાજાએ સુરૂપાની ઘણી ઘણી પ્રશંસા કરી અવંતી તરફ પ્રયાણ કર્યું. ને અવંતીમાં આવી રાજ્યકારભાર સંભાળે.