SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૯ એ યક્ષ અને એક યક્ષિણી છે. એ ત્રણેય જણે આ બધી વસ્તુઓ તૈયાર કરી.” “ એમ ? ” કહેતા મહારાજાએ કહ્યું, “ તમે એ યક્ષ અને યક્ષણી મને આપે, તેથી મારા રસાડાનુ કામ સારી રીતે ચાલશે ?’” કહેતા મહારાજાએ યક્ષયક્ષણી આપવા આગ્રહ કરવા માંડયા. એટલે સુરૂપાએ કહ્યું. “મહારાજ ! આપ આપના નગરમાં પહોંચા ત્યાં સુધી તમને ભાજનની મુશીબત ન પડે તે માટે હું યક્ષ અને યક્ષણી આપને આપીશ. નગરમાં પહોંચતા જ તેમને પાછાં મોકલી આપશે, એમ કરવા તૈયાર હા તે હુ તમને આપું, નહિ તે નહિ.” મહારાજાએ તે કબૂલ કર્યુ. એટલે સુરૂપાએ પેટીમાં ખાવાપીવાનુ` મૂકી ચંદનાદિથી સુવાસિત કરી ત્રણે જણાંને અંદર બેસાડી પેટી બંધ કરી, મહારાજાને સાંપી. તે પેટી લઈ સપરિવાર મહારાજા ત્યાંથી ચાલ્યા. બીજે દિવસે ભાજનને! સમય થતાં મહારાજાએ પેટીની પૂજા કરી ભોજનની સામગ્રી માગી, પણ કાંઈ મળ્યું નહિ. મહારાજાએ ફ્રીને ફ્રી માંગણી કરી ત્યારે અંદરથી અવાજ આવ્યો, “ખાવાનું તારો બાપ આપશે? હું કયાંથી લાવું ?” પેટીની અંદરથી મૂળદેવ અને શશીભૂતે કહ્યું, “ હું રાજન! સુરૂપાએ અમને અને એક ડાર્સીને પેટીમાં અધ કર્યાં છે.” મહારાજા આ અવાજથી પરિચિત હતા એટલે તેમણે
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy