________________
પ૦૦
તેણે ઊંચે જોયું. ચાર આંખો ભેગી થઈ, તે પણ સૌભાગ્યસુંદરીનું રૂપ જોઈ ભાન ભૂલ્ય. તેની પાલખી આગળ વધી રહી હતી, પણ તેનું મન તે સૌભાગ્યસુંદરી પાસે હતું.
તેણે કેવી રીતે સૌભાગ્યસુંદરીને મળવું તેને વિચાર કરવા માંડે. પણ માર્ગ સૂઝે નહિ. મિત્રની સલાહ લીધી. મિત્રો રસ્તો બતાવ્યું ને તે માટે જોઇતી વસ્તુ ખરીદવા તે બજાર ગયે. તેણે પાટલા ઘો અને રેશમની દોરી ખરીદી. પછી રાત. પડવાની રાહ જોવા લાગ્યું. આજે તેને દિવસ ઘણો મટે લાગે. એક એક પળ યુગ જેવી લાગી. તે મનમાં મુઝાવા લાગે. આખરે દિવસ પૂરે છે. તેનો અમલ શરૂ થયે. અંધારું થયું એટલે તે એકદંડિયા મહેલ તરફ ચાલ્ય મહેલની આસપાસ પૂરી તપાસ રાખતા ચોકીદારોની નજર ચૂકવી મહેલ પાસે આવે, પેલી ઘેને રેશમની દેરી બાંધી ફેંકી. ઘે ભીંત સાથે ચેટી એટલે દેરી પકડીને ચઢવા માંડ્યું. મહેલમાં ગયે. સોભાગ્યસુંદરીને મળ્યો. ને તે પછી હંમેશા એ જ પ્રમાણે જવા આવવા લાગ્યા. બંને જણ પ્રેમપંથે આગળ વધ્યાં.
મહારાજા વિક્રમ પણ આવતા. ચાલાક ચતુરા પ્રેમ બતાવતી પણ મહારાજનું હૃદય કહેતું, “આ નિર્મળ પ્રેમ નથી, પ્રેમ ઓછો થતો જાય છે.” ને આ સંબંધમાં ગ્યા તપાસ કરવા વિચાર કર્યો. સમય કસમયે તેમણે મહેલમાં આવવા માંડ્યું. એક દહાડે એકાએક તે મહેલે આવ્યા ત્યાં. તેમણે છુપાઈને જોયું તે સુખના સાધને પડ્યાં હતાં. તે