________________
પ્રકરણ છેતાલીસમું
.
. .
. . સ્ત્રીચરિત્ર
એક દિવસે મહારાજા વિક્રમ પિતાની પ્રજાના સુખદુઃખ જાણવા નગરચર્ચા જવા નીકળ્યા હતા. તે વખતે તેમણે એક મકાન આગળ બે છોકરીઓને વાત કરતી જોઈ. તેમની વાત સાંભળવા મહારાજા છુપાઈને ઊભા રહ્યા. બેમાંથી એક સૌભાગ્યસુંદરી નામની છોકરી ઘણી ચાલાકીથી વાત કરતી તેની બહેનપણીને પૂછવા લાગી, “અલી, તારા બાપા તારાં લગ્ન કરશે, તું સાસરે જશે, ત્યાં તું કેવી રીતે વર્તશે? ” જવાબમાં બીજી છોકરી બેલી, “હું તે મારે સાસરે જઈ મારા સાસુ-સસરાની અને મારા પતિદેવ વગેરેની સારી રીતે સેવા કરીશ. અને એ જ સ્ત્રીને ધર્મ છે ને?” આ સાંભળી સૌભાગ્યસુંદરી નસ્કેરા કુલાવતી બેલી, “અં...હું સ્ત્રી ગુલામડી જ છે ને? તેને સેવા કરવા સિવાય બીજો ધંધેય શું છે?”
તે તું જ કહે:”સૌભાગ્યસુંદરની સખીએ પૂછયું, “તું તારે સાસરે જઈને શું કરવાની છે?”
જે સાંભળ” સૌભાગ્યસુંદરીએ કહ્યું, “મારા બાપુ