________________
૪૮૪
લશ્કરના માણસા રથની આસપાસ ગોઠવાઈ ગયા. આર્થી જાનની શે।ભામાં વધારા થયા.
છઠ્ઠીના દિવસે વિધાતાના કહેલા શબ્દો મહારાજાને યાદ હતા, તેથી જાન–વરરાજાના રથ આગળ વધ્યા તે સાથે જ મહારાજાએ પેાતાના સૈનિકાને વરરાજાનુ' રક્ષણ કરવા આજ્ઞા આપી. મહારાજા પોતે પણ ઉઘાડા હથિયારે વરરાજાનું રક્ષણ કરતા આગળ વધ્યા.
મહારાજા અને લશ્કરથી રક્ષાતા વરરાજા યથા સમયે લગ્ન મંડપમાં આવી પહોંચ્યા. ને લગ્નનું કામકાજ શરૂ થયું. જાનમાં આવેલા લાકા પોતપેાતાને ચેગ્ય સ્થાને બેઠા, ત્યારે પણ મહારાજા અને સૈનિકે વરરાજાનું રક્ષણ કરતા
ઊભા હતા.
લગ્નનું કાય ચાલી રહ્યું હતું. ચાતરમ્ આનંદ આનંદ જણાતા હતા. બધાંનાં મેાઢાં હુસર્યાં હતાં, ધનદ શેડ અને તેમનાં સબોએ આનંદસાગરમાં ડૂબકાં ખાતાં હતાં તે વખતે રક્ષણ કરવા ઊભેલા એક સૈનિકની ઢાલમાંથી એકાએક વાઘ ઉત્પન્ન થયા. ને વરરાજા પર કૂચો માર્યાં. અદૃશ્ય થયે.
વરરાજાનું મૃત્યુ થતાં ધનદ શેઠ તે બેભાન થઇ ગયાં. તેમનાં સંબધો દુ:ખી થતાં હાય-હાય કરવા લાગ્યાં. પળ પહેલાં જ્યાં આનંદ આનંદ થઈ રહ્યો હતા, ત્યાં શાનુ કાળું વાદળ છવાઈ ગયું હતું.