________________
પ્રકરણ બેતાલીસ
..... ... અવનવા અનુભવો
“દેશાટન કરવાથી બુદ્ધિ તીવ્ર થાય છે, અવનવા અનુભવે થાય છે.” વિદ્વાનેના મેંઢેથી આ વાક્ય સાંભળી મહારાજા વિક્રમને દેશાટન કરવા ઈચ્છા થઈ. તેમણે રાજકાજથી નિવૃત થઈ ભંડારમાંથી પાંચ રત્ન લીધાં અને પ્રયાણ કર્યું, અનેક શહેર, જંગલે, પહાડો અને નદીઓ ઓળંગી તે પદ્મપુર નામના શહેરમાં આવી પહોંચ્યા. આ શહેર સાચે જ સુંદર હતું. પણ એ શહેરમાં વસનાર બધા જ ધુતારા-ઠગ હતા. આ શહેરના રાજાનું નામ હતું અન્યાયી અને મંત્રીનું નામ હતું સર્વભક્ષી અને પાષણહૃદયી.
શહેરથી પરિચિત થવા મહારાજા ફરતા ફરતા એક શાહુકારની દુકાને જઈ ચઢયા, ત્યારે એક તાપસ ત્યાં આવ્યું ને તેણે એક શેર ઘીની માંગણી કરી. તાપસની માંગણી સાંભળી શાહુકારે શેરને બદલે બશેર ઘી આપ્યું. ઘી લઈ તાપસ પોતાના ગુરુ હતા ત્યાં આવ્યું. ને ઘી ગુરુ પાસે મૂકયું. ગુરુની ઘી પર દૃષ્ટિ પડતાં જ પૂછ્યું, “આ ઘી કેટલું છે?” જવાબમાં શિષ્ય કહ્યું, “ગુરુદેવ, એ બશેર ધી છે.”