________________
૪૪૪
લાગ્યું હતું. તે મહેલના ઝરૂખાની છાયામાં બેઠા. તેમને બેઠેલા જોતાં પ્રિયંગુમંજરીએ પૂછયું, “ગુરુદેવ, આપ અહીં કેમ? આપની ઈચ્છા મને જણાવશે?”
રાજકુમારી ” વેદગર્ભે કહ્યું, “મને કેરીની ઈચ્છા છે.” ઊની કે ટાઢી?” રાજકુમારીએ પૂછયું. “ઊની.” વેદગર્ભે કહ્યું
“તે ભે, ત્યારે.” કહેતાં રાજકુમારીએ ઝરૂખામાં રહે રહે એવી ચતુરાઈથી કેરી ફેંકી જે તેમનાં કપડામાં ન પડતા જમીન પર ધૂળમાં પડી. વેદગર્ભે તે કેરી લઈ ધૂળ ઉડાડવા કુંકે મારવા માંડી. તે જોઈ રાજકુમારી હસી, વ્યંગમાં બેલી, “ગુરુદેવ, કેરી શું બહું ઊની છે? કુંકે તેમાં મારવી પડે છે?”
રાજકુમારીને એ શબ્દોએ વેદગર્ભ માટે તીરની ગરજ સારી. પિતાનું અપમાન થયેલું લાગ્યું ને ગુસ્સે થયા, ને બેલ્યા, “રાજકુમારી ! તેં ગુરુનું અપમાન કર્યું છે તેથી તને ગોવાળ-મૂખ પતિ મળશે.”
ગુસ્સામાં શાપ આપી વેદગર્ભ ચાલ્યા ગયા, સાથે રાજકુમારીના હૃદયમાં અશાંતિની આગ પ્રગટાવતા ગયા. તે અશાંતિની પરવા કર્યા વિના તે બેલી, “પરણીશ તે વિદ્યાવિશારદને, નહિ તે જીવતી ચિતા પર ચઢીશ”
ઉપરોક્ત બનાવ બને કેટલાય દિવસે વીર્તી ગયા.