________________
૪૪૦
બટુક નહિ પડવાથી નિરાશ થઈ તેને શેધતી નાગકુમારને જેવા શ્રીદ શ્રેષ્ઠીને ત્યાં ગઈ. તે સમયે મહારાજા વિક્રમે પુનઃ બટુકનું સ્વરૂપ ધારણ કર્યું. બટુકને જોતાં પેલી ત્રણે જાણીએ કહેવા લાગી; “ઠગારા, અમારા દંડ આદિ આપી દે. નહિ તે તારી દશા બુરી થશે.”
બાળાઓના શબ્દ સાંભળતાં મહારાજા વિકમે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. મહારાજા વિકમને જોતાં તેઓ સ્તબ્ધ થઈ ગઈ ને કહેવા લાગી. “કૃપા કરી અમારી સાથે લગ્ન કરે.”
શ્રેષ્ઠી તે મહારાજાને જોતાં આનંદમાં આવી ગયે ને ત્રણે જણનાં લગ્ન કરી આપ્યાં. ત્યાર બાદ નાગકુમારના પિતાએ પિતાને પુત્ર માટે કહ્યું. મહરાજાએ અગ્નિતાલની સહાયથી નાગકુમારે પ્રગટ કર્યા. એટલે નાગકુમારેએ પ્રસન્ન થઈ સુરસુંદરી નામની કન્યા પરણાવી ને મણિદંડ આપે. ચંદ્રચૂડ નાગકુમારે પિતાની કમળા નામની કન્યા સ્વીકારવા મહારાજાને કહ્યું. મહારાજાએ તે સ્વીકારીને નાગકુમારને પરણાવી તે પછી પાંચ સ્ત્રીઓ, ત્રણ દંડ સાથે મહારાજા અવંતી આવ્યા. દંડે નાગદમનીને આપ્યા. નાગદમનીએ દડાથી છત્ર બનાવ્યું અને પહેલા આણેલા મણિઓ વડે ચતુરાઈથી જાળી બનાવી.
નાગદમનીએ સદાય ફળ આપનાર આંબાનું બી મહારાજાને મહેલ પાસે વાવ્યાં ને આંબાને બાગ બનાવ્યા તેમાં સુંદર સભાગૃહ બનાવ્યું. વળી ઉત્તમ રત્નનું સુંદર સિહાસન બનાવ્યું.