________________
૪૩૯
જોઇ તેમણે પૂછ્યું, “ આ ભાર તું લઈ લેશે ? તને મહેનતાણું આપવામાં આવશે.”
“ જરૂર.” બટુક રૂપધારી મહારાજાએ કહ્યું. પછી મજૂરી નકકી કરી, છાબ માથાપર મૂકી અને જણીએ સાથે મહારાજા હરિતાથી હતી ત્યાં આવ્યાં. હરિતાલી તે વખતે ચાગિનીઓ સાથે નૃત્ય કરતી હતી. આન પ્રમાદ કરતી હતી. આનંદ કરી રહ્યા પછી બધાં વૃક્ષપર ચઢયાં. વૃક્ષ ઉડયું. ને સ્વર્ણદ્વીપમાં પહોંચ્યું. ત્યાંથી વસુધાસ્ફેટન દંડથી પૃથ્વી ફાડી પાતાલ તરફ આગળ વધ્યાં. વિષનાશક દંડથી સર્પોને દૂર કરતા હાથમાં પકડતા પાતાળનગર સમીપ પહાચ્યાં. ત્યાં સરોવર આવતાં દંડ, છાબ વગેરે મટુકને સોંપી ત્રણે જણીએ સ્નાન કરવા સરેાવરમાં પડી. બટુક સ્વરૂપધારી મહારાજા બધી વસ્તુઓ લઈ પાતાલનગરીની શૈાભા જોવા ચાલ્યા, ત્યારે સરઘસના રૂપમાં નાગકુમારે વસ્ત્રાભૂષણ પહેરી આવ્યા. બરાબર તે જ સમયે મહારાજા ત્યાં આવ્યા. તે અગ્નિવંતાલની સહાયથી નાગકુમારોને અદશ્ય કરી પોતે તેવા જ સુંદર સ્વરૂપવાન થઈ મનેહુર ઘેાડા પર બેસી માતૃગૃહમામાંહ્યરામાં જઇ શ્રીઢ શ્રેષ્ઠીની પુર્તી સાથે પરણ્યા, ત્યારે પેલી ત્રણે સખીઓ સ્નાંન કરી બહાર આવી. તેમની દૃષ્ટિએ
'