________________
૪૩૬
અનેક પ્રકારની વાત થવા લાગી. ઉહાપોહ થયે. ત્યારે અતિસારે મહારાજા વિક્રમાદિત્યની ઓળખાણ આપી. આ સાંભળતાં જ ઠેર ઠેર આનંદ ઓચ્છવ થવા લાગ્યા. તે પછી સદાય ફળ આપનારા આંબાનું બી તેમજ અતિસાર અને તેનાં કુટુંબ સાથે પોતાની પત્નીને લઈ મહારાજા અવંતી આવ્યા, ને બી નાગદમનીને આપ્યું. મંત્રી મતિસારને તેમનું મંત્રીપદ પાછું આપ્યું.
હે નાગદમની,” મહારાજાએ નાગદમનીને પૂછયું, “હવે મારે શું કરવું?”
નાગદમનીએ કહ્યું, “રાજન, સુપાત્રદાન આપવા માંડે.”
મહારાજાએ સુપાત્ર દાન માટે શોધ કરતાં તેમણે બ્રાહ્મણોને બોલાવી પૂછ્યું, “તમારામાં સુપાત્ર કેણ છે?”
અમે બધા જ સુપાત્ર છીએ.” બ્રાહ્મણોએ કહ્યું.
તમને શું દાન આપવામાં આવે?” મહારાજાએ પૂછયું. જવાબમાં બ્રાહ્મણોએ કહ્યું, “લેકે પિતાની સદગતિ માટે પૃથ્વી, રત્ન, પત્ની, ગાય, યંત્ર તેમજ મુશળ આદિનું દાન કરે છે.”
ઉગ્ર તપશ્ચર્યા કરી બ્રહ્મને જાણે છે તે બ્રાહ્મણ. આત્મજ્ઞાનને માટે ભરત ચક્રવર્તીએ જેમને સ્થાપિત કર્યા છે, તેમને જ બ્રાહ્મણ કહેવામાં આવે છે, બીજાને નહિ, પુરાણોમાં પણ કહ્યું છે. “બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, શિલ્પથી શિલ્પી બને છે, તે વિના ગોકળગાયની જેમ નામ માત્ર જ રહે છે.” વિકમે કહ્યું