________________
૪૧૪
પ્રાર્થના કરી રહ્યા પછી મંદિર બહાર આવી મહારાજે પૂજારીને પૂછયું, “સોમશર્મા બ્રાહ્મણનું ઘર કયાં આવ્યું, પૂજારીજી?”
“તમે ક્યા સોમશર્મા માટે પૂછી રહ્યા છે ભાઈ? પૂજારીએ પૂછ્યું, “અહીં તે ઘણા સમશર્મા છે.”
જેને ઘેર ઉમાદેવી સ્ત્રી છે, તે સમશર્મા માટે હું પૂછી રહ્યો છું.” વિક્રમે કહ્યું.
ઓળખ્યા, “ઓળખ્યા પૂજારી બોલ્યા, “ફૂટીબદામ લીધા સિવાય વિદ્યાર્થીઓને જે રાખે છે, જમાડે છે તે સોમશર્મા, જેને ત્યાં અત્યારે ત્રેસઠ વિદ્યાર્થીઓ છે, તે ભીમપાટકમાં રહે છે.”
પૂજારીને જવાબ સાંભળી રૂપપરાવર્તિની વિદ્યાથી અઢાર વર્ષના વિદ્યાર્થીનું રૂપ ધારણ કરી મહારાજા સેમશર્માને ત્યાં ગયા, પ્રણામ કર્યા, એટલે સેમશર્માએ પૂછયું, “ભાઈ, તમે કેણ છે? કઈ આશાએ અહીં આવ્યા છો?”
વિદ્યાર્થી વેશધારી મહારાજાએ કહ્યું, “તમારું નામ સાંભળી વિદ્યાભ્યાસ કરવા હું અહીં આવ્યો છું.”
ભલે, ભલે સોમશર્માનું ઘર વિદ્યાર્થીઓ માટે સદાય ખુલ્લું છું. અહીંયાં પાઈની પણ જરૂર નથી.” સેમશર્માએ કહ્યું કે મહારાજા ત્યાં રહ્યા, ઉમાદેવી પર ચાંપતી